ભારતીય હવાઈ દળને લાદેન કિલર નામથી લોકપ્રિય અપાચે અટેક હેલિકોપ્ટર મળવાની શરૂઆત થઈ ગઈ છે. અમેરિકન કંપની બોઈંગમાં બનાવવામાં આવેલા એએચ-૬૪ઈ અપાચે અટેક હેલિકોેપ્ટર દુનિયાના સૌથી આધુનિક અને ઘાતક હેલિકોપ્ટર તરીકે છે.
અમેરિકાના એરિઝોનામાં ભારતીય હવાઈ દળને પ્રથમ અપાચે હેલિકોપ્ટર સોંપી દેવામાં આવ્યું છે. અપાચે પ્રથમ એવું હેલિકોપ્ટર છે જે ભારતીય સૈનામાં પ્રત્યક્ષ રીતે હુમલા કરવામાં કામ લાગશે. ભારતીય સેના રશિયામાં બનાવવા આવેલા એમઆઈ-૩૫ વિમાનોનો ઉપયોગ વર્ષોથી કરતી રહી છે પરંતુ હવે આ વિમાને નિવૃતિના કિનારે છે. આ અપાચે હેલિકોપ્ટરને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, દુશ્મની કિલાબંધીને તોડીને પણ આ હેલિકોપ્ટર દુશ્મની સરહદ ઉપર ઘુશીને હુમલા કરી શકે છે.
અપાચે અટેક હેલિકોપ્ટર મળી ગયા બાદ પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મિરમાં આતંકવાદી અડ્ડાઓને સરળતાથી ફુંકી મારવામાં સૈના સફળ રહેશે. જાણકાર નિષ્ણાંતોનું કહેવુ છે કે, અપાચે હેલિકોપ્ટર યુદ્ધની સ્થિતિમાં ગેમ ચેન્જર તરીકે સાબિક થઈ શકે છે. અમેરિકાએ બ્લેક હોક અને અપાચે હેલિકોપ્ટરની અંદર કેટલાક ફેરફાર કરીને વર્ષ ૨૦૧૧માં આનો ઉપયોગ પાકિસ્તાનની અંદર ઘુસીને અલકાયદાના લિડર ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતારી દેવામાં કર્યો હતો.
ઓસામા બિન લાદેનને અમેરિકાએ મોતને ઘાટ ઉતારી દીધો ત્યારે પાકિસ્તાનને આ સમગ્ર ઓપરેશનની કોઈ માહિતી પણ મળી ન હતી. અપાચે હેલિકોપ્ટરની અનેક વિશેષતાઓ રહેલી છે. આનાથી ભારતીય સેના ખુબ જ મજબુત બનશે અને ત્રાસવાદીઓનો ખાત્મો થશે.