IPLધોનીની આગેવાનીને લઈને હેડને આપ્યું મોટુ નિવેદન

569

ઓસ્ટ્રેલિયા અને ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન મેથ્યૂ હેડને મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મહત્વની વાત કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સ ૧૦ સિઝનમાં આઠમી વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચી છે અને દર વખતે આગેવાની ધોનીએ કરી છે. હેડને જણાવ્યા પ્રમાણે ધોની એક ખેલાડી નહીં પરંતુ ક્રિકેટનો એક યુગ છે. ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ ટ્રોફી જીતી છે અને હવે તે ચોથા ટાઇટલ માટે મેદાનમાં છે. ચેન્નઈ સુપર કિંગ્સે આજે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ આઈપીએલ ફાઇનલ મેચ રમશે. હેડને કહ્યું, ધોની માત્ર એક ખેલાડી નથી પરંતુ ક્રિકેટનો એક યુગ પણ છે. ઘણી રીતે મને લાગે છે કે ધોની ગલી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. તે અમારામાંથી એક છે જે ટીમ માટે બધુ કરશે.

તેમણે આગળ કહ્યું, તમે જોશો કે જે રીતે તે પ્રિક્ટિસ કરે છે, જે રીતે તે પોતાના લેગ સ્પિનરે બોલિંગ કરાવે છે, કેચ ઝડપે છે અને ખેલાડીઓને સલાહ-અભિપ્રાય લે છે અને આ બધા છતાં તે શાંત રહે છે. તેના જેવો માણસ જો તમારી આસ-પાસ રહે છે તો તમે ઘણો આરામદાયક અનુભવ કરો છો. ધોનીએ આઈપીએલની ૧૨મી સિઝનમાં ૧૧ મેચોમાં અત્યાર સુધી ૪૧૪ રન બનાવ્યા છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેને આ સાથે કહ્યું, તેને ’થાલા’ નામ આપવામાં આવ્યું છે કારણ કે તે ન માત્ર ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે, પરંતુ દેશનો પણ કેપ્ટન છે.

 

Previous articleમહિલા ટી૨૦ લીગ શાનદાર પરંતુ વધુ ટીમો હોવી જોઈએઃ હરમનપ્રીત કૌર
Next articleભારતીય જુનિયર રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિર માટે ૩૩ ખેલાડીઓનું જાહેરાત