રીટેલ ફુગાવાના આંકડાઓ આજે જારી : તમામની નજર

473

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારના સત્ર દરમિયાન એપ્રિલ મહિનાના રીટેલ ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. રીટેલ ફુગાવાના આંકડા આવતીકાલે સોમવારના દિવસે જારી કરવામાં આવશે. જ્યારે હોલસેલ ફુગાવાના આંકડા મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે. માર્ચ મહિનામાં વાર્ષિક રીટેલ ફુગાવાનો આંકડો વધીને ૨.૮૬ ટકા થઈ ગયો હતો. બીજી બાજુ હોલસેલ પ્રાઇઝ આધારીત ફુગાવાનો આંકડો સતત બીજા મહિનામાં વધીને ૩.૧૮ ટકા થઈ ગયો હતો. ખાવાની ચીજવસ્તુઓ અને ફ્યુઅલની કિંમતમાં વધારો થયા બાદ હોલસેલ પ્રાઇઝ આધારીત ફુગાવો સતત બીજા મહિનામાં વધી ગયો હતો. બીજી બાજુ એપ્રિલ મહિના માટેના ફુગાવાને લઈને ચર્ચા ચાલી રહી છે. કારણ કે આરબીઆઈ આ ફુગાવાના આંકડાને ધ્યાનમાં જ લઈને વ્યાજદરમાં કોઈ ફેરફાર કરશે. જુન મહિનામાં રીઝર્વ બેંકની મહત્વની બેઠક મળનાર છે. જેમાં વ્યાજદરને લઈને નિર્ણય લેવામાં આવશે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવશે.

Previous articleધોરણ-૧૨ સાયન્સના શિક્ષકો NCERTની તાલીમથી વંચિત
Next articleFPI દ્વારા મે મહિનામાં કુલ ૩૨૦૭ કરોડ પાછા ખેંચાયા