નવી દિલ્હીઃ આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નું સમાપન રોમાંચક મેચથી થયું જ્યાં મુંબઈએ ચેન્નઈને એક રનથી હરાવીને ચોથી વખત ટાઇટલ પર કબજો કર્યો હતો. હવે તમામનું ધ્યાન આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ પર લાગી જશે. પરંતુ આ આઈપીએલમાં કઈ નવી વસ્તુ અને સિદ્ધિઓ પણ રહી જેથી આ સિઝન લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. આ વખતે કેટલાક સિતારાતો વધુ ચમક્યા તો કેટલાકની ચમક ફીકી પડી. તો તો કેટલાક નવા સિતારા પણ રહ્યાં જે આ આઈપીએલમાં પોતાની ઉંડી છાપ છોડી ગયા.
આ સિઝનમાં આમ તો વધુ ખેલાડીઓએ શરૂઆત કરી અને જે ખેલાડીઓએ શરૂઆત કરી ત્યારે મોટુ નામ નહતા. કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની છાપ છોડી તુક્યા હતા તો કેટલાક વિદેશી ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલાક મેચ રમીને આઈપીએલમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યાં હતા. આ વર્ષે પોતાના પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચનારા ખેલાડીઓમાં રાહુલ ચહર, રિયાન પરાગ, નવદીપ સૈની, શ્રેયસ ગોપાલ અને અલ્ઝારી જોસેફ મુખ્ય છે. આ નામ ભલે નવા હોય પરંતુ આ આઈપીએલમાં નવા સિતારા તરીકે ઉભર્યાં છે.
રાહુલ ચહર : મુંબઈની સિતારાથી ભરેલી ટીમમાં એક એવું નામ હતું જે ચમક્યો તો ખુબ ચમક્યો અને તમામનું દિલ જીતી લીધું. રાહુલ ચહર ૨૦૧૭ બાદ આ વર્ષે મુંબઈ માટે મેદાનમાં ઉતર્યો. આમ તો રાહુલે ૧૩ મેચોમાં માત્ર ૧૩ વિકેટ ઝડપી, પરંતુ તેણે સૌથી વધુ ચેન્નઈ વિરુદ્ધ મેચમાં પ્રભાવિત કર્યાં. પોતાના સ્પિનથી પ્લેઓફના ક્વોલિફાયર વનમાં ચેન્નઈના બેટ્સમેનોને ખુબ પરેશાન કર્યાં હતા. સચિને પણ રાહુલની પ્રશંસા કરી હતી.
રિયાન પરાગે : આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે એક ઓલરાઉન્ડર તરીકે ભાગ લીધો હતો. રિયાન ન માત્ર બોલથી પરંતુ બેટથી પણ ટીમ મેનેજમેન્ટ સહિત લોકોનું ધ્યાન ખેંચ્યું. ૧૭ વર્ષના રિયાને કોલકત્તા વિરુદ્ધ ૪૭ રનની આક્રમક ઈનિંગ રમી અને ટીમને જીત અપાવી હતી. તે આઈપીએલમાં અડધી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ બની ગયો છે.
નવદીપ સૈનોનો આઈપીએલમાં આમ તો કોઈ ખાસ રેકોર્ડ ન રહ્યો, પરંતુ આ બોલરે પોતાની શાનદાર બોલિંગથી પોતાના કેપ્ટન વિરોટ કોહલી જ નહીં વિરોધી ટીમની બેટ્સમેનોને પણ પ્રભાવિત કર્યાં છે. નવદીપ આ આઈપીએલમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર ભારતીય બોલર રહ્યો છે. પોતાના પ્રદર્શનથી તેણે એટલા પ્રભાવિત કર્યાં કે હવે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને વિશ્વ કપમાં નેટ પ્રેક્ટિસ કરાવશે. બીસીસીઆઈએ તેને આ વિશેષ કામ માટે પસંદ કરેલા બોલરોમાં સામેલ કર્યો છે. નવદીપે આ આઈપીએલમાં ૧૧ વિકેટ ઝડપી અને તેની ઇકોનોમી ૮.૨૫ની રહી છે.
શ્રેયસ ગોપાલ : રાજસ્થઆન તરફથી રમનાર શ્રેયસ ગોપાલ છેલ્લા ઘણા સમયથી છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેનું નામ જાણીતું છે. તે આઈપીએલમાં અત્યાર સુધી વધુ પ્રભાવ ન પાડી શક્યો પરંતુ આ સિઝનમાં તેણે હેટ્રિક ઝડપીને તમામને ચોંકાવી દીધા હતા. ગોપાલે ઘણા મેચોમાં રાજસ્થાન માટે શાનદાર પ્રદર્શન કર્યું અને ૨૦ વિકેટ ઝડપીને પર્પલ કેપની રેસમાં ચોથા સ્થાને રહ્યો હતો.
અલ્ઝારી જોસેફ : આમ તો અલ્ઝારી જોસેફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવું નામ નથી, પરંતુ પ્રથમ વખત આઈપીએલ રમી રહેલા જોસેફે મુંબઈ માટે હૈદરાબાદ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર ૧૨ રન આપીને છ વિકેટ ઝડપી. તેણે ટૂર્નામેન્ટમાં બેસ્ટ ફિગરનો રેકોર્ડ બનાવ્યો. મહત્વની વાત છે કે જોફેસ મુંબઈની ટીમમાં ઈજાગ્રસ્ત એડમ મિલ્નેના સ્થાને આપ્યો હતો. એટલું જ નહીં વિન્ડીઝના આ બોલરે પોતાના પર્દાપણ આઈપીએલમાં આ સિદ્ધિ હાસિલ કરી છે.