સેંસેક્સ ૩૭૨ પોઇન્ટ ઘટી ૩૭૦૯૧ની સપાટી પર

507

શેરબજારમાં આજે છેલ્લા કલાક દરમિયાન જોરદાર વેચવાલી જામી હતી જેના પરિણામ સ્વરુપે સેંસેક્સમાં ફરીવાર ઉલ્લેખનીય કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેંસેક્સ આજે ૩૭૨ પોઇન્ટ ઘટીને ૩૭૦૯૧ની નીચી સપાટીએ રહ્યો હતો. સન ફાર્મા, યશ બેંક, તાતા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેંક, તાતા મોટર્સના શેરમાં સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. આજે બીએસઈમાં કારોબાર દરમિયાન ૩૦ શેર પૈકી માત્ર છ શેરમાં તેજી રહી હતી. બાકીના શેરમાં મંદી રહી હતી. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સમાં ભારે અફડાતફડી રહી હતી. આની સાથે જ નિફ્ટી ૧૩૧ પોઇન્ટ ઘટીને ૧૧૧૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ૧૪૨૯ શેરમાં મંદી રહી હતી જ્યારે એનએસઈમાં ૩૫૨ શેરમાં તેજી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૬૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૧૨૫ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૩૦૪ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૩૮૦૨ નોંધાઈ હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં મંદી જોવા મળી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં પાંચ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૪.૩૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી મિડિયામાં ૩.૭૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ શેરબજારમાં અફડાતફડીનો માહોલ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન શરૂઆતમાં જ એસબીઆઈના શેરમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. ડેલ્ટા કોર્પના શેરમાં ૧૩ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં આજે સોમવારના દિવસે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણા ભાંગી પડવાના અહેવાલ વચ્ચે કડાકો બોલી ગયો હતો. પાન યુરોપિયન શેરબજારમાં પણ કડાકો બોલી ગયો હતો. હોંગકોંગના ફાઈનાન્સિયલ બજારોમાં આજે રજા રહી હતી જ્યારે જાપાનનાનિક્કી એવરેજમાં એક ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ખુબ નીચે પહોંચી હતી. છેલ્લા શુક્રવારે સંયુક્ત માર્કેટ મુડી ૧૪૬૬૬૫૮૭.૭૦ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જે ૨૬મી એપ્રિલના દિવસે સંયુક્ત માર્કેટ મુડી ૧૫૩૦૮૮૨૮.૪૯ કરોડ રૂપિયા હતી.

સાત તબક્કામાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણી ૧૯મી મેના દિવસે પૂર્ણ થનાર છે. પરિણામો ૨૩મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે.  અમેરિકામાં વાતચીત ફળદાયી રહી છે. ચીન અને અમેરિકા હવે વાતચીતને આગળ વધારવા માટે સહમત થયા છે. દરેક પગલામાં હકારાત્મક દિશા દેખાઈ રહી છે. શેરબજારમાં નવા કારોબારી સત્રમાં અનેક કેટલાક પરિબળની અસર પણ દેખાશે. જેમાં માર્ચ ત્રિમાસિક ગાળામાં કમાણીના આંકડાનો સમાવેશ થાય છે. અગામી સપ્તાહમાં એચડીએફસી, વોડાફોન-આઈડીયા, આઈટીસી, બજાજ ફાયનાન્સ, બજાજ ઓટોના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. કમાણીના આંકડા ખુબ જ મિક્સ રહ્યા છે. જેથી શેરબજારના હજુ સુધી તેજી આવી ચુકી નથી. બ્રેન્ટ ક્રુડની કિંમત આ વર્ષે ૩૦ ટકા સુધી વધી ગઈ છે.

Previous articleવડોદરાની હદમાં જોડાયેલા ગામને જન્મ-મરણ અને લગ્નની નોંધણી કોર્પો.માં કરાવવી પડશે
Next articleસંજીવ પુરીની નવા લીડર તરીકે ITC દ્વારા વરણી