૧૯૮૪માં શીખ રમખાણો નહીં રાજીવ ગાંધીના આદેશ પર નરસંહાર થયો હતો

451

શીખ રમખાણો બાબતે રાજીવ ગાંધીના સલાહકાર રહી ચૂકેલ સામ પિત્રોડાના નિવેદન ‘જો હુઆ સો હુઆ’ ન નિવેદન બાદ પૂર્વ ડીજીપી સુલખાન સિંહે આ આખી ઘટના બાબતે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તેમણે ફેસબુક પેજ પર પોસ્ટ કર્યું છે કે, ૧૯૮૪માં શીખ રમખાણો નહીં રાજીવ ગાંધીના આદેશ પર પસંદ કરાયેલ કોંગ્રેસી નેતાઓ દ્વારા જાતે જ કરાયેલો નરસંહાર હતો.

૧૯૮૦ની બેચના આઈપીએસ અને ઉત્તર પ્રદેશના ડીજીપી રહી ચૂકેલ સુલખાન સિંહે લખ્યું છે કે, ‘ઇંદિરા ગાંધીની હત્યાના દિવસે ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેઓ પંજાબ મેલથી લખનઉ જઈ રહ્યા હતા. ટ્રેન અમેઠી સ્ટેશન ઊભી હતી અને એ જ સમયે એક વ્યક્તિ ટ્રેનમાં ચઢી અને કહ્યું ઈંદિરા ગાંધીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. વારાણાસી સુધી કઈં વાત ન થઈ. વારાણસીમાં પણ બીજા દિવસ સવાર સુધી કઈંજ ન થયું.’ આ આખી ઘટના યોજનાબદ્ધ રીતે પાર પાડવામાં આવી હતી. જો લોકોના ગુસ્સાનો ઊભરો હોત તો, રમખાણો તરત જ શરૂ થઈ જાત. તેમણે દાવો કર્યો છે કે, વ્યવસ્થિત પ્લાન કરીને આ નરસંહાન કરવામાં આવ્યો હતો.

જેના મુખ્ય ઓપરેટર તે સમયના કોંગ્રેસી નેતા ભગત, ટાઇટલર, માકન અને સજ્જન કુમાર હતા.

રાજીવ ગાંધીના ખાસ વિશ્વાસપાત્ર કમલનાથ મોનિટરિંગ કરી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, નરસંહાર મુદ્દે રાજીવ ગાંધીનું નિવેદન અને બધા જ કોંગ્રેસીઓને સંરક્ષણ સાથે સારા પદો પર મૂકવા એ જ તેના પૂરાવા છે. રાજીવ ગાંધીના મૃત્યુ બાદ પણ કોંગ્રેસ સરકારોમાં આ લોકોને સંરક્ષણ અને પુરસ્કાર આપવામાં આવ્યા હતા, જે બધાંની સહમતિ દર્શાવે છે.

આ અંગે કાનપુરમાં થયે શીખ રમખાણોની તપાસ કરી રહેલ એસઆઈટીના પ્રમુખ પૂર્વ ડીજીપી અતુલે કહ્યું કે, જો સુલખાન સિંહ પાસે કોઇ પૂરાવા હોય તો, તેણે સરકાર સામે કે સીધા જ એસઆઈટી સેલ સામે મૂકવા જોઇએ.

Previous articleસંજીવ પુરીની નવા લીડર તરીકે ITC દ્વારા વરણી
Next articleદેશને બિન કોંગી, બિન ભાજપ પીએમ મળી જશે : અખિલેશ