યુવતિનું અપહરણ કરવાનાં ગુન્હાનો ફરાર આરોપી વલ્લભીપુરથી ઝડપાયો

611

વલ્લભીપુર પોલીસ સ્ટેશનના અપહરણ સહિતના ગુન્હાના આરોપી રણજીતભાઇ મુનાભાઇ ડાબસરા રહે વલ્લભીપુરવાળો ફરી.ની દીકરી ને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી લઇ જઇ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા ભોગબનનારની સાથે ઘણા સમયથી નાસતો ફરતો હોય જેની માહીતી મેળવી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના હોય જે ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ એમ.ડી.મકવાણાએ બાતમીરાહે હકીકત મેળવેલ કે આ કામના આરોપી રણજીતભાઇ મુનાભાઇ ડાબસરા રહે વલ્લભીપુર તથા ભોગ બનનાર કોમલબેન બંન્ને વલ્લભીપુર તરફ આવવાના હોય જે હકીકત આધારે પો.સ્ટાફના હરદેવસિંહ ગોહીલ, અશોકભાઇ એન.ધાંધલા, રામભાઇ કટારા, અમિતકુમાર મકવાણા એ રીતેના વલ્લભીપુર રીલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી આરોપી રણજીતભાઇ ઉર્ફે સકરીયો મુકેશભાઇ ઉર્ફે મુનાભાઇ ડાબસરા જાતે- કોળી રહે વલ્લભીપુર મફતનગર વાળાને આજરોજ તા.૧૩/૦૫/૨૦૧૯ નારોજ પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પાલીતાણાને સોંપી આપવા તજવીજ કરેલ છે.

Previous articleઇફ્કોનાં વા.ચે. તરીકે દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી થતા રાજુલામાં ઉજવણી
Next articleરેલગાડી પર પત્થરો ન ફેંકવા ટ્રેન નજીકના રહીશોને સમજાવાયા