ભીષણ ગરમી બાદ વરસાદની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈ રહેલા દેશના લોકો માટે હવે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી ચુકી છે. હવામાન સાથે સંબંધિત માહિતી આપનાર એજન્સીએ આજે કહ્યું હતું કે, મોનસુન ચોથી જૂનના દિવસે સત્તાવારરીતે કેરળના દરિયાકાંઠે આવી પહોંચશે. સાથે સાથે જુલાઈના મધ્ય સુધી સમગ્ર દેશમાં મોનસુન આવરી લેશે. સમયસર વરસાદના પરિણામ સ્વરુપે ડાંગર, સોયાબીન અને કપાસ જેવા પાકની ખેતી પણ સમયસર શરૂ થઇ શકશે. સ્કાયમેટ દ્વારા આપવામાં આવેલી માહિતી ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. મોનસુનની કેરળ પહોંચવા માટેની તારીખ પહેલી જૂન હતી પરંતુ આ વખતે થોડાક મોડાથી કેરળ પહોંચવાની શક્યતા છે. મોનસુન મોડેથી હોવાના અહેવાલની સાથે સાથે એવી માહિતી પણ મળી રહી છે કે, આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ થશે. સ્કાયમેટના સીઈઓ જતિન સિંહે કહ્યું છે કે, આ સિઝન દેશના તમામ ચાર ક્ષેત્રોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થશે. પૂર્વ, પૂર્વોત્તર, મધ્ય ભારત, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દ્વીપની સરખામણીમાં ઓછો વરસાદ થશે.
મોનસુન ૨૨મી મેના દિવસે આંદામાન અને નિકોબાર દ્વિપ સુધી પહોંચશે. ગયા મહિનામાં પણ સ્કાયમેટ દ્વારા સિઝનમાં સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરી હતી. આ પહેલા ૨૦૧૮ મોનસુનની દ્રષ્ટિએ ખરાબ વર્ષ તરીકે રહ્યા બાદ નિરાશાજનક આગાહી કહી શકાય છે. ૧૨ ક્ષેત્રોમાં ખુબ ઓછો વરસાદ થયો હતો જેથી દુષ્કાળની સ્થિતિ હાલમાં જોઇ શકાય છે. ભારતમાં મોનસુનની રાહ જોવાી રહી છે ત્યારે ૨૦૧૯માં સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ૨.૬ ટ્રિલિયનના અર્થતંત્રમાં આર્થિક વિકાસ અને કૃષિની સ્થિતિને સુધારવા માટે મોનસુનને ખુબ ઉપયોગી તરીકે ગણવામાં આવે છે. સમયસર વરસાદ ખુબ જ મહત્વપૂર્ણ છે. કૃષિ ક્ષેત્રમાં ચિત્ર કેવું રહેશે તે બાબત પણ મહત્વપૂર્ણ છે. આ વખતે દેશમાં મોનસુન લોંગ પિરિયડ એરવેઝમાં ૯૩ ટકા સુધી રહી શકે છે. મોનસુન સિઝનમાં ભારતના વાર્ષિક વરસાદ પૈકી ૭૦ ટકા વરસાદ થાય છે. વરસાદ એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં કૃષિ સેક્ટરની સફળતા માટે ઉપયોગી છે.