દલીતો પર દેશવ્યાપી થઇ રહેલા અત્યાચારો પર તાત્કાલીક પગલાં ભરવાની માંગ સાથે ગારીયાધાર દલીત સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયું હતું. હમણાંના દિવસોમાં રાજ્ય તથા દેશના જુદા જુદા વિસ્તારોમાં જેમકે રાજસ્થાનના અલવર પ્રદેશમાં દલીત યુવાન પર સામુહિક બળાત્કાર બાવળા ગામ પાસે દલીત યુવતીના હત્યાકાંડ તેમજ જુદા જુદા ગામે વરઘોડા નહી કાઢવા દેવાના પ્રશ્ને આજરોજ ગારીયાધાર તાલુતા શહેરના દલીત સમાજના આગેવાનો દ્વારા મામલતદાર ગારીયાધારને રજુઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં શહેર તથા તાલુકાના દલીત સમાજના આગેવાનો તથા નગરસેવકો, વકીલો તેમજ સમાજના લોકો હાજર રહેલ આ ઉપરાંત રજુઆતમાં વધુમાં જણાવેલ કે હાલના દિવસોમાં આ તમામ ઘટનાઓકે જેમાં દલીત સમાજને અન્યાય થયેલ છે. તમામ ઘટનામાં આરોપીઓને છાવરનાર પોલીસ તથા વહીવટી તંત્ર સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી.