બોટાદ જીલ્લાના રાણપુરને સ્પેસ્યલ પીવાનું પાણી પુરૂ પાડવા માટે સુખભાદર ડેમથી રાણપુર સુધી પાઈપલાઈન નાખવામાં આવેલ છે.તેમાં પાણીપુરવઠાની રહેમનજર અથવા મીલીભગતથી પોપાબાઈનું રાજ હોય તેમ આડેધડ ગામડાઓને તથા વ્યક્તિગત કનેક્શનો આપવામાં આવતા રાણપુરને બીલકુલ ઓછુ પાણી મળે છે.કારણ કે પાણી પુરવઠાના અધિકારીઓ ચેકીંગમાં આવે ત્યારે પાણીનો ફ્લો વધી જાય છે અને જાય એટલે પ્રવાહ ધીમો થઈ જાય છે.૭ માં દિવસે પાણી આવે ત્યાં સુધી તો કોઈ બોલતા જ નથી પણ ૧૦ દિવસે પાણી આવે ત્યારે પાટીયા પરિષદમાં વિરોધ નોંધાવે છે.રાણપુરને ગીનીસ બુક ઓફ વલ્ડૅમાં સહનશીલતા બાબત નો એવોર્ડ માટે સ્થાન મળે તેમ છે.રાણપુરની પ્રજાનો પાણીનો વિકટ પ્રશ્નથી વાકેફ રાણપુર ગામના ભરવાડ સમાજના નવયુવાન રાજુભાઈ છેલાભાઈ સોંડાભાઈએ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર પોતાના કુવામાંથી રાણપુર ગ્રામપંચાયતને સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક પાણી આપતા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીએ રાણપુર ગામ વતી સન્માન કરી શુભેચ્છા આપેલ છે.