ઘનશ્યામનગર પ્રા. શાળામાંથી ‘સૌરાષ્ટ્ર દર્શન’ પ્રવાસ યોજાયેલ જેમા શિક્ષકોના સતત સાંનિધ્યથી બાળકોમાં સમુહભાવના, શિસ્ત, સંયમ, સહનશિલતા, નમ્રતા, ધૈર્ય, સાહસ, સ્વાવલંબન, અનુશાસન, દેશપ્રેમ, સંસ્કૃતિપ્રેમ, ઘર-પરિવારથી દુર રહેવુ, અગવડતામાં રહેતા શીખવુ, ખરીદી કરવી, ભુખ, તરસ, ઉંઘ સામે લડવુ વગેરે જેવા જીવન વિષયક ગુણોનો વિકાસ થાય તેવા હેતસર પ્રવાસનું આયોજન થયેલ.
જેમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક, ધાર્મિક, ઐતિહાસિક, ભૌગોલિક, ઔદ્યોગિક, સામાજિક, પ્રાકૃતિક, મનોરંજક વગેરે વિવિધતાસભર માહિતી પુરી પાડતા વિવિધ સ્થળોની રૂબરૂ, મુલાકાત લઈ પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરેલ. સાથે સાથે વિસ્તાર પ્રમાણે જમીનના પ્રકાર, ખેતીના પાક, આબોહવા, ભૌગોલિક સ્થિતિ, લોકોની રહેણીકરણી, પોષાક, ભાષા, સંસ્કૃતિ, વગેરેના પ્રત્યક્ષ દર્શન કરેલ.
આ પ્રવાસને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવેલ આચાર્ય હર્ષાબેન પંડ્યા તથા રોહિતભાઈ બાટિયા તરફથી પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવેલ.