માર્ગ સલામતી વિષયે બાળ વયથી જાગૃતિ લાવવાના શિશુવિહારનાં પ્રયત્નોનું સન્માન કરવામાં આવ્યું ભાવનગર મોટર સંઘના સ્થાપક ઈન્દુભાઈ ચાતુર્વેદીની સ્મૃતિમાં શિશુવિહાર સંસ્થામાં તૈયાર થયેલ ટ્રાફિક પાર્કમાં વર્ષ ૨૦૧૭માં ૧૯૦ શાળાના ૯૩૨૯ બાળકોએ ટ્રાફિક પાર્કમાં આવી માર્ગ સલામતી વિષયે પ્રત્યક્ષ જાણકારી મેળવેલ છે.બાળ વયથી વિદ્યાર્થીઓમાં સલામત વાહન ચાલન અંગે જાગૃતિ આવે તે માટે સંસ્થા દ્વારા રોડ સેફટી વિષયે ચિત્ર સ્પર્ધા યોજીને કેલેન્ડર તૈયાર કરવામાં આવેલ. તેમ વર્ષ ૨૦૧૭માં મકરસંક્રાંતિ પર્વ આસપાસ કાચદોરીથી થતાં અકસ્માતનો નિવારણ માટે ૮૦૦૦ નેક બેલ્ટનું વિતરણ કરવામાં આવેલ. શિશુવિહારના પ્રયત્નોને આવકારતા જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગનાં અધિકારી અંકિતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં સિદ્ધિ વિદ્યાપીઠ સંકુલમાં યોજાયેલ કાર્યક્રમમાં શિશુવિહારનું સન્માન કરવામાં આવ્યું હતું.