ટ્રકમાં રાખેલ દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

562

નીલમબાગ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ એસ.પી.શાહી તથા ડી સ્ટાફના માણસો પોસ્ટે વીસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ડી સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહીલ તથા જીગ્નેશભાઇ મારૂને મળેલ સયુક્ત બાતમી આધારે આરોપી સોહીલભાઇ ગફારભાઇ પઠાણ જાતે-સીપાઇ ઉવ-૩૮, આઇટીઆઇ કોલેજ સામે પેડકમા ભાવનગરવાળાઓ પાસેથી ગેરકાયદેસર રીતે વગર પરવાને પોતાના કબજા ભોગવટાની અશોક લેલેન્ડ ટ્રક નં- જીજે૧૨ છ્‌ ૬૨૨૩ કી.રૂ.૫,૦૦,૦૦૦/- ની માં એક દેશી બનાવટનો તમંચો બાર બોરનો કિ.રૂ઼ ૫૦૦૦/- નો રાખી કુલ કી.રૂ.૫,૦૫,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા મજકુર ને અટક કરી મજકુર વીરુધ્ધ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(૧-બી)એ મુજબ ગુન્હો રજી કરાવેલ છે અને આગળની તપાસ ડી સ્ટાફના પો.હેડ.કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ ચલાવી રહેલ છે.

Previous articleસિહોરમાં સીસીટીવી પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ
Next articleરાજ્યકક્ષાની હોમગાર્ડ બેઝિક તાલીમમાં બાબરાનું યુનિટ પ્રથમ