આજરોજ ગંગાજળિયા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર મા મિલ્કત વિરૂધ્ધ ના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા મિલ્કત વિરૂધ્ધ ના ગુનાઓ મા પકડાયેલ ગુનેગારો શકદારો ની તપાસ મા હતા તે દરમ્યાન રૂપદેવસિંહ રાઠોડ તથા દશરથસિંહ ગોહિલને મળેલ બાતમી રાહે હકીકત મળેલ કે એક ઈસમ પીળા કલર ના મોરા વાળી લોડીગ રિક્ષા માં શકાસ્પદ મુદામાલ લઈ મોતીતળાવ વેચવા જાય છે જે બાતમી આધારે મોતીતળાવ મોગલ માં ના મંદિર પાસે વોચ માં હતા દરમ્યાન ઉપરોક્ત બાતમી વાળી રિક્ષા નીકળતા તેને રોકી મજકુર રિક્ષા ચાલક નું નામ પૂછતાં સલીમભાઈ અજુહુસૈનભાઈ નકવી ઉવ ૩૩ રહે ફુલસર ૨૫ વારીયા ભાવનગર મૂળ ગામ મિયાણી રાજસ્થળી તા ઘારી જિલ્લા અમરેલી વાળો હોવાનું જણાવેલ તેની પાસેથી બે ટ્રકની પાટલા બેટરી, એક ૭૫ ટન કેપીસીટીનો જેક, એક ટેપ તથા સ્પીકર, એક પાણીનો જગ તેમજ ગુન્હા માં વપરાયેલ લોડીગ રીક્ષા મળી ૮૧,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવેલ.
આરોપીની પુછપરછ કરતા તેણે બંદર રોડ પર આવેલ રામાપીર ના મંદિર સામે થી થોડા દિવસ પહેલા વહેલી સવારે એક ટ્રક માંથી ઉપરોક્ત સામાન ચોરી કરેલા હોવાની કબુલાત કરેલ છે. આ અંગે ગંગાજળિયા પો.સ્ટે. મા ભૂપેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા ઉવ-૩૦ ધંધો- ટ્રાંન્સપોર્ટ રહે- ચંન્દ્રોદય પાર્ક ભાવનગર વાળા એ આ ચોરી અંગે ની ફરીયાદ દાખલ કરાવેલ. તેમજ આરોપી સલીમભાઈ અજુહુસૈનભાઈ નકવી અગાઉ જામનગર રીલાયન્સ કંપની માંથી ચોરી ના ગુન્હા માં પડાણા પોલીસ સ્ટેશન માં ત્રણ વાર પડાયેલ છે આમ મજુકુર આરોપી ચોરી કરવાની ટેવ વાળો તેમજ રીઢો ગુન્હેગાર છે.