ગજાનન સેવા સમિતિ, ગાંધીનગર દ્વારા મોડાસા સુધીના વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રસ્તાના કામ ચાલુ છે, ત્યાં કામ કરતા શ્રમજીવીઓને ધોમધખતા તાપમાં છાશની થેલીઓ આપવામાં આવી હતી.
સંસ્થાના ભરતભાઇ, મહર્ષિભાઇ, શૈલેશભાઇ, મિહિરભાઇ અને મિલિંદભાઇ સહિતનાએ ૧૪૦ કિલોમીટર અંતર કાપીને ગાંધીનગરથી શરૂ કરીને મોડાસા સુધીના પટ્ટામાં છાશનું વિતરણ કર્યુ હતુ.