ગાંધીનગરના ૧૦,૪૧૮ ‘રોંગ સાઈડ રાજુ’ને કુલ ૧૫,૨૧,૮૦૦નો દંડ ફટકારાયો

763

ગાંધીનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે. ૨૦ નવેમ્બરના રોજ ઈ-મેમો સીસ્ટમની શરૂઆત કરાયા બાદ છેલ્લા પાંચ મહિનામાં એટલે કે પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ ૨૩,૩૦૬ વાહન ચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવ્યો છે. જોકે, તેમાં હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરનારા વાહન ચાલકોને સમાવેશ નથી કરાયો.

શહેરમા પાંચ મહિનામાં ફટકારાયેલા ૨૩,૩૦૬ ઈ-મેમોમાંથી ૧૦,૪૧૮ હજારથી વધુ તો માત્ર રોંગ સાઈડ ડ્રાઈવિંગના છે. જેમને ઈ-મેમો મારફતે કુલ ૧૫,૨૧,૮૦૦નો દંડ ફટકારાયો છે. શહેરમાં રોંગ સાઈડના ઈ મેમો સૌથી વધુ હોવાનું કારણ લોકોની આળસ છે.

ગાંધીનગરમાં રસ્તાઓની રચના પ્રમાણે દર અડધા કિલોમીટરે એક કટ આવે છે. જો કે, સર્કલ કે કટથી નજીક રહેતાં કે જવા માંગતા લોકો અડધો કિલોમીટર ફરવાને બદલે રોંગ સાઈડમાં જતા રહે છે. એટલે કે કહીં શકાય કે લોકો આળસમાં પોતાનો જીવ જોખમમાં મુકીને રોંગ સાઈડમાં ઘૂસી જાય છે. આ રીતે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે.

શહેરમાં હાલના સમયે ઈ-મેમોમાંથી હેલ્મેટ અને સીટબેસ્ટને બાકાત રખાયા છે. જોકે, હવે પછીના તબક્કામાં હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરનારા લોકો સામે પણ તવાઈની શરૂઆત થવાની હોવાનું જાણવા મળ્યું છે.

હાલના સમયે મોટાભાગના લોકોની એવરેજ સ્પીડ ૪૦થી ૫૦ની વચ્ચે હોય છે. ત્યારે વ્યવહારીક રીતે સ્પીડ લીમીટનો ભંગ કરનારા વાહનચાલકો સામે દંડ શક્ય નથી. ત્યારે આગામી સમયે જરૂરિયાત જણાશે તો વિચારણા સાથે મ્યુનિસિપલ તંત્ર સમક્ષ આ અંગેની દરખાસ્ત મુકવાની તૈયારી હોવાનું એસપી મયૂર ચાવડાએ જણાવ્યું હતું.

Previous articleસાબરકાંઠામાં પાણીની લાયમાં ૭૦ ખેડૂતો ૩ કરોડમાં છેતરાયા, PVC પાઇપ કંપનીએ ફ્રોડ કર્યું
Next articleગોડસે અંગે પ્રજ્ઞાના નિવેદનથી મોદી અને અમિત શાહ નારાજ