ઉનાના ભાષા ગામે રહેતી યુવતિ ખાંભાના પીપળવા ગામે તેમના સગા-સંબંધીને ત્યાં રહીને અભ્યાસ કરતી હતી. અભ્યાસ પુરી થતાં ભાષા ગામે આવી હતી. તા. ૧૦ ડિસેમ્બરના રોજ મુસ્લિમ શખસ મહેબુબ નુરા અન્ય ચાર શખસો બળજબીર પુર્વક અપહરણ કરી ગયા હોય અને મેહબુબનુરા નામનો શખસ મુસ્લિમ હોય આ યુવતીનું ધર્મપરિવર્તન (લવજેહાદ) કરાવે તેવી શંકાથી અગાઉ પોલીસમાં યુવતિના પરિવાર દ્વારા લેખિત અરજી કરેલ હોય ત્યારે આજે ખાંભા અને ઉના બંને જગ્યાએ આવેદનપત્ર આપી યુવતિના પરિવારજનોના ઘરની મુલાકાતે બાબર સમાજના આગેવાનો અને પત્રકારો મળવા માટે ગાય હતાં અને સાથે ખાંભાના ભિખુભાઈ ભટ્ટી, ભિખાભાઈ બાખળખીયા, કલ્પેશભાઈ ખેર (પત્રકાર), મોહનભાઈ કંડોળીયા તેમજ ખાંભાના આગેવાન ચંદુભાઈ દેવેરા તથા ઉનાના આગેવાન નાથાભાઈ સોલંકી, જ યેશભાઈ કોટડીયા તથા અન્ય આગેવાનો સાથે રહીને આરોપીને તાત્કાલિક પકડીને હાજર કરવા માંગણી કરીને ઉના મામલતદાર અને પોલીસને આવેદનપત્ર પાઠવેલ હતું.