આરોગ્યની ચિંતા રાખતા ચેરમેન આચાર સંહિતા પછી શહેરના રાઉન્ડો લેશે
ભાવનગર મહાપાલિકામાં ચૂંટાયેલ પાંખની નવ કમીટીઓમાંથી માત્ર એક આરોગ્ય કમીટી ચેરમેન રાજુભાઇ રાબડીયા ચેમ્બર ખોલી અરજદારોને સાંભળી રહ્યા હતા. થોડા અરજદારોએ કચરા ટેમ્બલ, બેલ અને રસ્તા પર પાણી ઢોળવાની એક નાગરિકે ફરિયાદો કરી. ચેરમેન રાબડીયા એ કહ્યું કે મે કુમુદવાડીમાં પાંચ ટેમ્પલ બસો વધુ શરૂ કરાવ્યા છે. આરોગ્યની સતત ચિંતા વ્યક્ત કરતા રાબડીયાએ કહ્યું કે આચારસંહિતા પૂરી થતાની સાથે જ હું રાઉન્ડો લેવાની શરૂઆત કરી દઇશ.
તખ્તેશ્વર પેવીંગ બ્લોક નાખવાના કામની સમય મર્યાદા વધારવા માંગ
ભાવનગરના તખ્તેશ્વર વોર્ડમાં પેવીંગ બ્લોકો નાખવાનું કામ ચાલે છે. આ કામ સમય મર્યાદામાં પૂરૂ ન થતા આ કામની મુદત વધારવા માંગ ઉઠી રહી છે.
કમિ.વહીવટી તંત્રની બેઠકમાં ગાંધીનગર
ભાવનગર મહાપાલિકા કમિશ્નર ગાંધી વહિવટી કામગીરી બેઠક અંગે ગાંધીનગર જતા કમિશ્નરને મળવા આવતા અરજદારો અન્ય વિભાગોમાં પણ રજૂઆતો કરી હોવાનું કહેવાય છે.
ડ્રેનેજની પ્રાથમિક સુવિધા માટે વિકાસ કમિ.ગાંધીનગર સુધી રજુઆત
ભાવનગર બ વોર્ડના વિસ્તારમાં લોકોએ પ્રાથમિક સગવડ પૂરી પાડવા અંગે અરજદારો દ્વારા શહેરી વિકાસ કમિશ્નર ગાંધીનગર સુધી ફરિયાદો કરી અરજદાર ડાયાભાઇ બાબરીયાએ ગાંધીનગર કરેલી આ અરજીમાં એમ જણાવ્યું છે કે તંત્રને અરજીઓ દેવા છતાં કાંઇ કરેલ નથી. આ પત્રોની નકલો તેમણે પ્રભારીમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ મોકલેલ છે. અત્રે આ વાતમાં એવી વાત છે કે આ વોર્ડમાં રહીમભાઇ કુરેશી, ગીતાબેન બારૈયા અને કાંતાબેન બોરીચા ડ્રેનેજની લોક સુવિધા પ્રશ્ને અરજદારે છેક ગાંધીનગર સુધી રજુઆત લંબાવી છે.