સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહીનાં પગલે આજે સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોથી સાથો સાથ ભાવનગર શહેરમાં પણ આજે સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વાદળો ઘેરાવા સાથે ભર ઉનાળે વરસાદનું જોરદાર ઝાપટું પડ્યુ ંહતું, અચાનક ત્રાટકેલા વરસાદનાં પગલે વાહન ચાલકો ભીંજાયા હતા. અને થોડા સમય માટે તો રસ્તાઓ પણ ખાલી થઇ જવા પામ્યા હતા. વરસાદનાં ઝાપટાથી રસ્તાઓ ઉપર પાણી નીકળી જવા પામેલ જ્યારે અસહ્ય ગરમીમાં થોડી ઠંકડનો અહેસાસ લોકએ કર્યો હતો. ભાવનગર શહેર ઉપરાંત સિહોર, વરતેજ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળેલ છે.