ગાંધીનગર તાલુકાના ચિલોડા ગ્રામ પંચાયત પર વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગરૂપે ગામના સરપંચ વસુમતીબેન પટેલની અધ્યક્ષતામાં જનજાગૃત્તિ શિબિરનું આયોજન કરાયુ હતુ.પ્રાંતિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર સોનલબેન કાપડિયાએ માર્ગદર્શન આપ્યુ હતુ.મચ્છર ઉત્પત્તિ રોકવા પર ખાસ ભાર મુકાયો હતો.