પાટનગરમાં પથિકાશ્રમ ખાતે ગુજરાત રાજ્ય હોસ્પિટલ ફેડરેશનના ૪૫ પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી.
તેમાં સરકારની જનતાલક્ષી આરોગ્ય યોજનાઓની સમિક્ષા કરાઇ હતી. ખાસ કરીને આયુષ્માન ભારતમાં સ્ત્રી રોગ પૈકી કોથળીના ઓપરેશન માટે ગ્રાન્ટ ઇન એડ હોસ્પિટલોને બંધ કરવાના નિર્ણયથી ગરીબ લાભાર્થી બહેનોને અન્યાય થઇ રહ્યો છે. આ મુદ્દે ફેર વિચારણા કરવી જોઇએ તેવો મત વ્યક્ત કરાયો હતો.