જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામા સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ. સેનાએ ૩ આતંકવાદીને ઠાર માર્યા. ૧ જવાન શહીદ થયો છે.
અવંતીપુરાના પંજગામમા શનિવારે સવારે આતંકવાદીઓ ૧૩૦ બટાલિયન સીઆરપીએફ, ૫૫ આરઆર અને એસઓજી વચ્ચે અથડામણ થઈ. ઠાર મરાયેલા આતંકવાદીનું નામ શૌકદ અહેમદ જણાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના અમુક વિસ્તારમાં ફરી પાછુ આતંકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદીઓ વારંવાર ઘાટીમાં જોખમ ફેલાવવાના પોતાના ઈરાદા સફળ કરવામા લાગ્યું છે. તે જોખમને ધ્યાનમાં રાખીને ઘાટીની તમામ સુરક્ષા એજન્સીને હાઈ એલર્ટ કરવામા આવી છે. જોખમ માત્ર સરહદ પારના આતંકીઓથી નથી. ઘાટીની અંદર રહેલા આતંકીઓથી પણ છે.
ના આતંકીઓથી નથી ધાટીની અંદર રહેલા આતંકીઓથી પણ છે. ગુરૂવારના રોજ પુલવામામાં એક ભીષણ આમનો-સામનો થયો હતો જેમા ત્રણ આતંકીને મારી નાખવામાં આવ્યા હતા.