રાજુલા તાલુકાના ભેરાઈ, વિકટરથી લઈને ચાંચબંદર સુધીના વિસ્તારોમાં સરકારી પડતર અને ગૌચરની જમીનોમાં કોઈપણ જાતની મંજુરી વગર જેમાં સરકાર દ્વારા જમીનોની ફાળવણી કે ફીશરીજ વિભાગ કે અન્ય કોઈપણ વિભાગની મંજુરી લીધા વગર સરકારી તંત્રની મીલીભગત અને રહેમ નજર તળે જીંગા ફાર્મનો કાળો કારોબારી ચાલી રહ્યો છે. આ કાળા કારોબારમાં સ્થાનિક મોટા-મોટા રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓ તથા બીજી કચેરીઓના અધિકારીઓ દ્વારા આ કાળા કારોબારમાંભ ાગીદારી હોવાને કારણે ભેરાઈ ગામના સરપંચ બાઉભાઈ દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતા તેમજ અન્ય ગામોમાં આગેવાનો દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતા જીંગા ફાર્મ બેરોકટોક શરૂ રહેવા પામેલા છે. અને ઉલ્ટા દિવસેને દિવસે આ જીંગા ફાર્મો વધતા જાય છે અને આના ઉપરથી એક કહેવત યાદ આવી જાય છે કે વાડી રે વાડી રીંગણા લઉ બે ચાર, લેને દ સ બાર એમ દલાતરવાડીની વાડીની માફક મોટા માથાઓ બેરોકટોક જીંગા ફાર્મો ચલાવી રહ્યા છે જયારે ગરીબ પરિવાર એક ઝુપડું બનાવે તો પણ આ સરકારી તંત્રો તાબડ તોબ તોડી પાડે છે. જયારે હજારો એકરના જીંગા ફાર્મોમાં અનેક ફરિયાદો છતાં આ તંત્ર ચુપ કેમ તેવા સવાલો લોક માનસમાં ઉઠી રહ્યા છે.