ખેડબ્રહ્મા-હડાદ હાઇવે પર કારને અકસ્માત નડતાં બે લોકોના મોત નિપજ્યાં છે. કારમાં સાત લોકો સવાર હતાં, જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજા પહોંચી છે. હાલ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ખેડબ્રહ્મા-હડાદ હાઇવે પર એક વેગન આર કારમાં સાત લોકો જઇ રહ્યાં હતાં, ત્યારે અચાનક જ કારનું સ્ટીયરીંગ લોક થઇ જતાં અકસ્માત સર્જાયો હતો. સ્ટીયરિંગ લોક થઇ જતાં કાર ડીવાઇડર પર ચડી ગઇ હતી. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ૧૦૮ દ્વારા અંબાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘાયલ ૫ પૈકી ૩ની હાલત ગંભીર છે.