ડ્રાઈવર અને કંડક્ટરની નોકરીમાં ગુલ્લી મારતા હોવાનું એસ ટી નિગમના ધ્યાનમાં આવ્યું છે. આથી નિગમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરોની નોકરીની અનિયમિતતાની માહિતી જીપીએસ સિસ્ટમથી મેળવવામાં આવશે. જીપીએસ સિસ્ટમથી કોઇપણ ડ્રાઈવર કે કંડક્ટરની હાજરી કે ગેરહાજરી જોવા મળશે તો તેની સામે ખાતાકિય કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એસ ટી બસની હોટલોમાં આડેધડ હોલ્ટ તેમજ સ્ટોપેજને અટકાવવા માટે તમામ એસ ટી બસોને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરી દેવામાં આવી હોવાનુ જાણવા મળે છે.
જીપીએસ સિસ્ટમથી આંતરરાજ્ય કે આંતર જિલ્લાઓમાં દોડતી એસ ટી બસો કેટલી સ્પિડમાં દોડી રહી છે. સહિતની જાણકારી એસ ટી ડેપોમાં બેઠા બેઠા મળી શકે છે. એસ ટી નિગમ દ્વારા જુના ડેપોને તોડીને નવા મોડેલ ડેપો બનાવવામાં આવી રહ્યા છે.
એસ ટી ડેપોમાં એસ ટી બસોના ટાઇમ ટેબલ સ્કિન ઉપર પ્રસ્તૃત કરવા સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. ત્યારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ડ્રાઈવર અને કંડક્ટર સહિતના કર્મચારીઓની હાજરી કે ગેરહાજરીની ચકાસણી માટે કરવામાં આવી રહ્યો છે. જોકે આધુનિક ટેકનોલોજી વચ્ચે ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા નોકરીમાં ગુલ્લી મારતા હોવાનું એસ ટી નિગમની ધ્યાનમાં આવ્યું છે.
એસ ટી બસોની ડ્યુટી દરમિયાન ડ્રાઈવર કે કંડક્ટરો હાજર છે કે ગેરહાજર તેની ચકાસણી માટે કરવા જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેમાં જ્યારે ડ્રાયવર કે કંડક્ટરની ડ્યુટીની એન્ટ્રી જીપીએસ સિસ્ટમમાં અપલોડ કરાશે.
આથી જો કોઇ ડ્રાઈવર કે કંડક્ટર ડ્યુટી ઉપર ગેરહાજર કે હાજર છે કે નહી તેની ચકાસણી જીપીએસ સિસ્ટમથી કરવામાં આવશે. જો કોઇ ડ્રાયવર કે કંડક્ટર ડ્યુટી ઉપર ગેરહાજર હોવાનું જાણવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની એસ ટી ડેપો મેનેજરે સુચના આપી છે.