એરપોર્ટ પર દુબઈથી સોનુ છુપાવી લાવતા યુવક ઝડપાયો

420

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ શારજાહની સિધ્ધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. જેનો લોકો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. ત્યારે દાણચોરીના કિસ્સાઓ પણ વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે. થોડા મહિનાઓ પહેલાં સુરત એરપોર્ટથી શર્ટ, પેન્ટના ખીસ્સા,અંડરવેરમાં વિદેશી ચલણ છૂપાવી સ્મગ્લિંગ કરતાં બે યુવક ઝડપાયા હતા. દરમિયાન આજે દુબઈથી સોનું લાવતા કસ્ટમ વિભાગના હાથે એક યુવક ઝડપાઈ ગયો હતો. સોનાની દાણચોરીનો સુરતનો આ પહેલો કેસ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવક સૈયદપુરાનો રહેવાસી અને ઈમ્તિયાઝ ઝાકીર મેમણ(ઉ.વ.૨૨) હોવાનું સામે આવ્યું છે. હાલ કસ્ટમ વિભાગ દ્વારા યુવકને મેડિકલ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. દુબઈની ફ્લાઈટમાંથી યુવક સુરત એરપોર્ટ પર ઉતર્યો હતો.

દરમિયાન કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકના પ્રાઈવેટ પાર્ટના ભાગે બે પોટલીમાં સોનું છુપાવ્યું હોવાનું સામે આવ્યું હતું. અને કસ્ટમ વિભાગે વધુ પૂછપરછ હાથ ધરી હતી.

Previous articleવીજ ચોરી કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, આપી ૩ વર્ષની સજા, ૬ લાખનો દંડ
Next articleવિજાપુર ગામેથી ૩ વર્ષ પહેલાં સ્કૂટર ચોરનાર શખસ ઝડપાયો