કમલનાથ સરકાર લઘુમતિમાં છે : ખાસ સત્ર બોલાવવા માંગ

507

એક્ઝિટ પોલના તારણ સપાટી પર આવ્યા બાદ મધ્યપ્રદેશમાં રાજકીય ગતિવિધી વધારે તીવ્ર બની ગઇ છે. હવે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યપ્રધાન કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર લઘુમતિમાં હોવાનો દાવો કર્યો છે. સાથે સાથે ભાજપે રાજ્યના મુખ્યપ્રધાન આંનંદીબેન પટેલને પત્ર લખીને વિધાનસભાનુ ખાસ સત્ર બોલાવવા માટેની માંગ કરી છે. બીજી બાજુ કમલનાથે સાફ શબ્દોમાં કહ્યુ છે કે તેમની સામે કોઇ ખતરો નથી કમલનાથે ભાજપના તમામ આક્ષેપોને રદિયો આપ્યો છે. મધ્યપ્રદેશમાં વિરોધ પક્ષના નેતા ગોપાલ ભાર્ગવે દાવો કર્યો છે કે કમલનાથ સરકારનુ પતન થઇ જશે. આ સરકાર પોતાની રીતે ધરાશાયી થઇ જશે. તેમણે કહ્યુ છે કે તેઓ હોર્સટ્રેડિંગમાં વિશ્વાસ રાખતા નથી. પરંતુ હવે આનો સમય આવી ગયો છે. ટુંક સમયમાં જ મધ્યપ્રદેશમાં આ પ્રકારની પ્રવૃતિ જોવા મળી શકે છે.

અમે વિધાનસભા માટેનુ ખાસ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છીએ. રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખવામાં આવ્યો છે. ભાજપના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે કહ્યુ છે કે તેઓ વિધાનસભા માટે સત્ર બોલાવવાની માંગણી કરી રહ્યા છે. કમલનાથ સરકારના શક્તિપરીક્ષણ માટે આ સત્ર બોલાવવાની માંગ કરી હોવાનો હાલમાં ભાર્ગવે ઇન્કાર કર્યો છે. ભાર્ગવે કહ્યુ છે કે છ મહિના મધ્યપ્રદેશમાં સરકારને થઇ ગયા છે. ૧૧મી ડિસેમ્બરના દિવસે મધ્યપ્રદેશમાં રાજ્ય વિઘાનસભાની ચૂંટણી યોજાઇ હતી. રાજ્યમાં લોકો કમલનાથ સરકારથી ખુશ દેખાઇ રહ્યા નથી.  લોકસભાની ચૂંટણી બાદ જે એક્ઝિટ પોલના તારણ સપાટી પર આવી રહ્યા છે તે સંકેત આપી રહ્યા છે કે કોંગ્રેસની પાસે હવે જનમત પણ નથી. આના પર વિધાનસભાના મંચ પર ચર્ચા કરવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ પ્રદેશની કમલનાથ સરકારે કહ્યુ છે કે ભારતીય જનતા પાર્ટીના આરોપો આધારવગરના છે. સરકાર મજબુત છે. ભાજપે દિવસમાં સપના જોવા જોઇએ નહીં. કોંગ્રેસના નેતા મુકેશ નાયકે કહ્યુ છે કે જે સંસદીય નિયમ અને પ્રક્રિયા છે તે મુજબ વિધાનસભાનુ ખાસ સત્ર બોલાવી શકાય છે. જ્યારે કોઇ માંગ કરવામાં આવી છે ત્યારે રજૂઆત હોવી જોઇએ. વર્ષ ૨૦૧૮માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શિવરાજ સરકારને હાર આપીને સત્તા મેળવી  હતી. જો કે ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીની કામગીરીને લઇને સામાન્ય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ૨૩૦ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને ૧૧૪ સીટ મળી હતી. ભારતીય જનતા પાર્ટીને ૧૦૯ સીટ મળી હતી. ખુબ ઓછા અંતરના કારણે ભારતીય જનતા પાર્ટીની મધ્યપ્રદેશમાં હાર થઇ હતી. છેલ્લે સુધી જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. બહુજન સમાજવાદી પાર્ટીને બે સીટ મળી હતી. આવી જ રીતે સમાજવાદી પાર્ટીને એક સીટ મળી હતી. અપક્ષોને ચાર સીટ મળી હતી. બસપ અને અન્ય અપક્ષ દ્વારા કમલનાથ સરકારને ટેકો આપ્યો હતો. હવે લોકસભાની ચૂંટણી બાદ એક્ઝિટ પોલના તારણ સપાટી પર આવી રહ્યા છે તે જોતા મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર હોવા છતાં ભારતીય જનતા પાર્ટી શાનદાર દેખાવ કરવાની દિશામાં આગળ વધી રહી છે. એક્ઝિટ પોલના જે તારણ સપાટી પર આવ્યા છે તે જોતા મધ્યપ્રદેશમાં મોટા ભાગની સીટો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જઇ રહી છે. જેથી કોંગ્રેસની છાવણીમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. ટાઇમ્સ નાઉ અને વીએમઆરના સર્વેમાં કહેવામા આવ્યુ છે કે કોંગ્રેસને છેલ્લી ચૂંટણીના સંબંધમાં વધારે સીટ મળી રહી છે. જો કે ભારતીય જનતા પાર્ટી તેના ગઢને જાળવી રાખવામાં સફળ સાબિત થઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની તુલનામાં કુબ વધારે સીટો મળવાની શક્યતા છે. ટાઇમ્સ નાઉ વીએમઆર એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યુ છે કે કોંગ્રેસને વર્ષ ૨૦૧૪ની તુલનામા વધારે સીટો મળી શકે છે પરંતુ આંકડામાં ખુબ અંતરની સ્થિતી છે. એક્ઝિટ પોલ મુજબ ભારતીય જનતા પાર્ટીને ૨૪ સીટો મળવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૪માં ભાજપને ૨૭ સીટો મળી હતી. કોંગ્રેસને આ વખતે પાંચ સીટો મળી શકે છે. સી વોટર દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીને ૨૪ સીટો આપવામાં આવી રહી છે. કોંગ્રેસને પાંચ સીટો મળી શકે છે. એક્ઝિટ પોલના તારણ સપાટી પર આવ્યા બાદ હવે ૨૩મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર ચૂંટણી પરિણામ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મધ્યપ્રદેશ પર પણ નજર છે.

Previous articleપુન્દ્રાસણમાં ટાઉનશિપના નામે ૧૨૦ કરોડનું કૌભાંડ
Next articleપ્રથમ સર્જીકલ સ્ટ્રાઇક સપ્ટેમ્બર-૨૦૧૬માં જ થઇ હતી : ભારતીય સેના