શારદા ચિટફંડ : રાજીવ કુમારે ધરપકડ પર વધુ પ્રતિબંધ માંગતી અરજી કરી

450

ધરપકડથી બચવા માટે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ધરપકડ પર ૭ દિવસ માટે વધુ પ્રતિબંધ વધારવાની માગ કરી છે. પશ્ચિમ બંગાળના વકીલોની હડતાળના કારણે રાજીવ કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી છે. કોર્ટે રાજીવ કુમારના વકીલને સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલની પાસે જવાનું કહ્યું છે, તેથી અરજી પર સુનાવણી માટે ત્રણ જજની બેન્ચનું ગઠન થઇ શકે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પરના અંતરાય પ્રતિબંધને ઉઠાવી લીધો હતો, જોકે, સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર ૭ દિવસ માટે પ્રતિબંધ લગાવ્યો હતો. તે દરમિયાન અગોતરા જામીન દાખલ કરી શકે છે. સીબીઆઇએ રાજીવ પર શારદા ચિટફંડ કેસના પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવતા ધરપકડની માગ કરી હતી. ૨ મેના સુપ્રીમ કોર્ટે દરેક પક્ષની દલિલ સાંભળ્યા બાદ ચૂકાદો આપ્યો હતો. સીબીઆઇએ રાજીવ કુમારના શારદા ચિટફંડ કેસમાં પુરાવા નષ્ટ કરવાના પુરાવા આપ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારના વકિલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઇની અરજીનો વિરોધ કર્યો હતો અને ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Previous articleચૂંટણી પરિણામો પહેલા જ ઈવીએમને લઈને હોબાળો
Next articleસેંસેક્સમાં ૧૪૨૨ પોઈન્ટનો ઐતિહાસિક ઉછાળો