જાફરાબાદના મીતીયાળા ગામના વતની એવા જીવાભાઇ કોળીના જાફરાબાદ એસબીઆઇ બેન્ક એકાઉન્ટમાંથી એક જ દિવસમાં ઓટીપી નંબર કોઇને આપ્યા વગર પ્રથમ ૨૦ હજાર, પછી ૪૦ હજાર અને પછી ૨૦ હજાર કુલ ૮૦ હજાર એક જ દિવસમાં બેન્ક ખાતામાંથી ઉપડી જતા નાના માણસે આજીવીકા માટે ભેગી કરેલની માથે આભ ફાટ્યું. જીવાભાઇ તુરંત ગામના સરપંચ ચંદુભાઇ બાંભણીયાને વાત કરતા પ્રથમ બેન્કના મેનેજરને મળ્યા તો તેણે કીધું કે તમે ખાતા નંબર અને ઓટીપી નંબર કોઇને આપ્યા હશે તો આવો જવાબ થી નારાજ થયેલા જીવાભાઇએ કહેલ કે મે કોઇને મારો ખાતા નં. કે ઓટીપી નંબર આપ્યો નથી તો કોઇ સરખો જવાબ ન મળતા સીધા ટાઉન પોલીસમાં તાત્કાલીક ફરીયાદ દાખલ કરેલ છે. પણ હજી કોઇ પણ ભાળ મળતી નથી ત્યારે હમણાં જ રાજુલાના ખૂદ જ.જ.ના ખાતામાંથી ગયેલ રૂપિયા એસ.પી. નિર્લિપ્તરાય દ્વારા પરત આવી ગયેલ તેમજ રાજુલા તાલુકાના જુની માંડરડી શિક્ષકના રૂપિયા પણ ગાયબ થયેલ છે આ સાઇબર ક્રાઇમ કોઇનો ભોગ લેશે માટે ઘટતી કાર્યવાહી કરી નાના માણસ જીવાભાઇના રૂપિયા પરત આવે તેવી માંગ કરેલ છે.