ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ

1626
gandhi2212018-1.jpg

વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં ઘૂંઘરૂના નાદ, નર્તન અને વાયોલિન વાદનથી નયન રમ્ય નજારો આજે સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્રિ દિવસીય ” ઉત્તરાર્ધ ઉત્સવ ”  ઉચ્ચ અધિકારીઓ  સહિત કલાકારશ્રીઓએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો હતો.
મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે  રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૨ ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,જિલ્લા વહીવટીતંત્ર અને વેસ્ટઝોન કલ્ચરલ સેન્ટર ઉદયપુર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે. 
પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્રિતિય સ્થાપત્ય કલા અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. રાજ્ય સરકાર દ્વારા શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઇ રહ્યો છે.
મોઢેરા ઉત્તરાર્ધ મહોત્સવના પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી  વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે  સુર્યનું મકર રાશિમાં પ્રવેશ બાદ તેની ઉજવણીના ભાગ રૂપે ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે.સુર્યની પુજા સાથે સંકળાયેલ આ મહોત્સવ સુર્ય વંદનાને મહત્વ આપે છે. આ પવિત્ર મહોત્સવના સંગમનું કલામય રસપાન કરવા કલારસિકો,દેશ-વિદેશમાં લોકો મહોત્સવનો આનંદ માણે છે.
આ મહોત્સવ  થકી રાજ્યના ભવ્ય વારસાને અને સ્થાપત્યને વિશ્વભરમાં યશસ્વી અને ગૌરવપ્રદ બનાવે છે.મહોત્સવે રાજ્યની સંસ્કૃતિને વધુ ઉન્નત સ્વરૂપ આપી વિશ્વકક્ષાએ નામના અપાવી છે.
નૃત્ય એટલે આત્માનું સંગીત, નૃત્યનો હેતું સનાતન સત્યોની સોંદર્ય દ્વારા પ્રતીતી કરાવવાનો છે.આપણાં સાંસ્કૃતિ નૃત્યો પવિત્ર સ્વરૂપમાં જળવાઇ રહ્યાં છે.મોઢેરા સંગીત,નર્તન અને સ્થાપત્યના ત્રિવેણી સંગમનું મહોત્સવના દિવસે સાક્ષી બન્યું હતું.
વિશ્વનું અદભુત સ્થાપત્ય બેનમુન મોઢેરા સૂર્યમંદિરની સાંસ્કૃતિક પરંપરા નિરંતર જાળવી રાખી છે. 
આજે યોજાયેલ ઉત્તરાર્ધ મહોત્સવના પ્રથમ દિવસે પદ્મશ્રી ડો.ઇલેના સીટારીસ્ટ્રી ઓડિસી, ઐશ્ર્‌વર્યા વરીયર-મોહીન અટ્ટમ, સુચારીતા ત્રિપાઠી ઓડીસી, ડિમ્પલ એલ ડેપ્યુટી ભરત નાટ્યમ, શકુંતલાબેન જે ઓઝા કુચીપુડી અને સુશ્રી શિતલ બારોટ ભરત નાટ્યમ રજુ કરી કલા રસીકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Previous articleગાંધીનગરમાં લાગેલા સીસીટીવી કેમેરા શોભાના ગાંઠીયા સમાન
Next articleપદ્માવત ફિલ્મ રિલીઝ નહી કરવા દહેગામ કરણી સેનાનું આવેદન