ગાંધીનગરના ઓળખ સ્થાન પૈકીના એક બની ચૂકેલા વિધાનસભા અને મહાત્મા મંદિરની વચ્ચે આવેલા સ્વર્ણિમ પાર્ક પર ગરમીના દિવસોમાં સાંજ ઢળ્યેથી વસાહતીઓ ઉમટી પડતા હોય છે. પરંતુ મહાપાલિકા તંત્રના અધિકારી, કર્મચારી કે પદ્દાધિકારીઓ અહીં ફેલાયેલી ગંદકી તરફ નજર કરતા નથી. પરિણામે પાર્કમાં અંદર અને બહાર વિવિધ જગ્યાએ કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે.