ફિલ્મ અભિનેત્રી તબ્બુ હાલમાં રજૂ કરવામાં આવેલી તેની ફિલ્મ દે દે પ્યાર દેમાં તેની ભૂમિકાને લઇને સંતુષ્ટ દેખાઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન અને રકુલ પ્રીતની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર વધારે સફળતા મળી નથી. જો કે તે ભારે આશાવાદી બનેલી છે. ઇન્ડસ્ટ્રીઝની શાનદાર અભિનેત્રી તરીકે ગણાતી તબ્બુએ કહ્યુ છે કે તે હવે મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મો કરવા માટે બિલકુલ ઇચ્છુક નથી. જો કે તે ફિલ્મોમાં સક્રિય રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તે મલ્ટીસ્ટાર ફિલ્મોમાં હવે રહેવા માંગે છે. જો કે મોટી યાદગાર ભૂમિકા અદા કરવાની તેની હજુ પણ ઇચ્છા છે. તબ્બુ પોતાની કેરિયરમાં અનેક શાનદાર ભૂમિકા અદા કરી છે. જેમાં જટિલ, ઇન્ટેન્સ અને પડકારરૂપ ભૂમિકાનો સમાવેશ થાય છે. જો કે તે હવે હળવી ભૂમિકા કરવા માંગે છે. ટેન્શનફ્રી રોલ કરવા માટે તેની ઇચ્છા છે. આ જ કારણસર તબ્બુએ આગળ ચાલીને રોહિત શેટ્ટીની ગોલમાલ અગેઇન ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં જ જ્યારે અમે આ ફિલ્મના સંબંધમાં વાત કરી રહ્યા હતા ત્યારે તબ્બુએ કહ્યુ હતુ કે તે હવે નંબર ગેમમાં પડવા માંગતી નથી. સોશિયલ મિડિયા આજે લોકોની જરૂરનો હિસ્સો છે. આને કઇ રીતે લેવામાં આવે છે તે અંગે પુછવામાં આવતા તબ્બુએ કહ્યુ હતુ કે તે ઇસ્ટાગ્રામ પર છે અને તેને લઇને ખુશ પણ છે. કારણ કે તેને હમેંશા ફોટાઓને લઇને ક્રેઝ રહ્યો છે. ટ્વીટર પર તે નથી.
કારણ કે ત્યાં જઇને તે વાત કરતી નથી. આ તમામ બાબતો જરૂરી છે કે કેમ તે અંગે તે ચક્કરમાં પડવા માંગતી નથી. દે દે પ્યાર દે ફિલ્મને લઇને તે હાલમાં પ્રચારમાં વ્યસ્ત રહી હતી. તેની અજય દેવગનની સાથે સતત ફિલ્મો આવતી રહી છે.