નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૭.૧% રહેવાનું અનુમાન

660

ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૨૦૧૯-૨૦માં ૭.૧% રહેવાનું અનુમાન છે. સંયુક્ત રાષ્ટ્રની એક અહેવાલમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના ૨૦૧૯ના મધ્ય માટે વિશ્વ આર્થિક સ્થિતી અને સંભાવના(ઉઈજીઁ) રિપોર્ટમાં દક્ષિણ એશિયામાં ક્ષેત્રિય ઉત્પાદનમાં બે તૃત્યાંશ ભાગીદારી રાખતા ભારતનો આર્થિક વૃદ્ધી દર ૨૦૧૮માં ૭.૨% હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે, મજબૂત ઘરેલું ખપત અને રોકાણ વૃદ્ધીને સમર્થન આપતા રહીશું જેનાથી ૨૦૧૯માં ૭.૦% અને ૨૦૨૦માં ૭.૧% રહેવાનું અનુમાન છે. રિપોર્ટમાં જણાવાયેલું અનુમાન આ વર્ષે જાન્યુઆરીના અનુમાન કરતા ઓછું છે. તે સમયે આર્થિક વૃદ્ધીદર અનુક્રમે ૭.૬ અને  ૭.૪% રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ છતાં ભારત આર્થિક વૃદ્ધીના મામલે ચીનથી આગળ દુનિયાનો મુખ્ય દેશ બનેલો છે. ઉઈજીઁ મુજબ દરેક મુખ્ય વિકસિત અર્થવ્યવસ્થાઓ માટે આર્થિક વૃદ્ધીદરનું અનુમાન ઓછું કરવામાં આવ્યું છે. વૃદ્ધદર અનુમાન ઓછું કરવા પર પણ ભારત મજબૂત ઘરેલું માંગ વચ્ચે સારી સ્થિતીમાં છે. રિપોર્ટમાં ભારત સહિત દક્ષિણ એશિયાની આર્થિક વૃદ્ધીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પડકાર ગણાવી છે. જ્યારે ચીનનો આર્થિક વૃદ્ધી દર ૨૦૧૮ની સરખામણીએ ઘટવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અમેરીકા અને ચીન વચ્ચે વેપાર વિવાદ, આંતરરાષ્ટ્રીય સ્તરે નીતિગત અનિશ્ચિતતા તથા કંપનીઓના નબળા આત્મવિશ્વાસ વિશ્વની આર્થિક વૃદ્ધી માટે પડકાર છે. જેને જોચા વૈશ્વિક આર્થિક વૃદ્ધીના અનુમાનો જાન્યુઆરીની તુલનાએ ઘટાડી દેવામાં આવ્યા છે.

Previous articleલોકસભા ચૂંટણીનું આજે પરિણામઃ બોલિવૂડના સેલિબ્રિટીઝનું કિસ્મત દાવ પર
Next articleલેવાલી વચ્ચે સેંસેક્સ ફરીથી ૩૯૦૦૦થી ઉપર સપાટીએ