ખેડબ્રહ્મા નગરપાલિકાના પેટાપરા ચીખલી ગામ અનુસૂચિત જનજાતિ નું ગામ છે. ઉનાળામા પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. મહિલાઓને પાણી લેવા જવા એક કિલોમીટર નો રઝળપાટ કરવો પડે છે. પાલિકાના એક માત્ર કૂવામાં પાણી સુકાઈ જવા પામ્યા છે. જેથી પાણીની વ્યવસ્થા માટે એક એક હજાર લિટરના પાણીના ૧૦ ટાંકા શોભાના ગાંઠિયા બની રહ્યા છે.
પાણીના અભાવે હેન્ડ પમ્પ પણ બંધ છે ગામ લોકોને પીવાના પાણી માટે વેચાતા ટેન્કર મંગાવવા પડે છે. જે આર્થિક રીતે પરવાડતું ન હોવા છતાં પીવાના પાણી વેચાતું લાવવું પડે. છે પાલિકા દ્વારા પાણીના ટેન્કર આપવામાં આવે જેથી ગામ લોકોની માંગણી છે.