વન વિભાગ દ્વારા વાવના રાછેણા અને લોદ્રાણીના રણમાં વન્યપ્રાણીઓ માટે હવાડા બનાવવામાં આવ્યા છે.
રાછેણાના રણમાં આવેલ ઘુડખર અભ્યારણમાં બનાવેલ વન્ય પ્રાણીઓના હવાડા ખાલીખમ જોવા મળ્યા હતા. વન્યપ્રાણીઓ પાણી વગર આમ-તેમ ભટકી રહ્યા છે. આ અંગે રાછેણા ગામના મહિલા સરપંચના પતિ કિરણસિંહ રાજપુતે જણાવ્યું હતું કે ‘ઘુડખર અભ્યારણમાં બનાવેલ વન્ય પ્રાણીઓના હવાડા જ્યારે પણ જોવા આવીએ ત્યારે કોરાધાકોર પડ્યા હોય છે. વન વિભાગ દ્વારા હવાડા કાયમી ભરવામાં આવતા નથી. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડતી હોઇ ઘુડખર ઉપરાંત સસલા, નાર, નીલગાય સહિત વન્ય પ્રાણીઓ પાણી માટે રઝળી પડ્યા છે.