આજથી સેન સારસ્વત શૈક્ષણિક સસ્થાન અને વાળંદ વિદ્યાર્થી ગૃહ દ્વારા વાળંદ સમાજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે તદ્દન મફત કલાસીસની શરૂઆત કરવામાં આવેલ આ કલાસીસમાં જીપીએસસી, તલાટી- મંત્રી, ડીએસઆઈ, ટેટ, અને એચ-ટેટ વગેરે જેવી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાનો કોર્સ મટીરીયલ્સ સાથે શીખવવામાં આવશે. આ વર્ગોનું આયોજન સેન સારસ્વત શૈક્ષણિક સંસ્થાનના બાબુભાઈ વાજા, વિપુલ હીરાણી, કિરીટભાઈ રાઠોડ, કેયુર દસાડિયા, દામોદરભાઈ કલાણી વગેરેની ટીમ દ્વારા વાળંદ વિદ્યાર્થી ગૃહના સહકારથી થયેલ છે. આજના કાર્ય્ક્રમમાં કુલ પ૦ વિદ્યાર્થીઓએ નામ નોંધણી કરાવેલ છે. આજના ઉદ્દઘાટન સમારંભમાં ડો. નટુભાઈ વાઘેલ, અતિથિ વિશેષ બાબુભાઈ દસાડિયા, નાયાભાઈ વાજા, કનુભાઈ વાઘેલા, ઉમેશભાઈ વંકાણી, રજનીભાઈ રાઠોડ, મનસુખભાઈ રાઠોડ, જયસુખભાઈ ડાભી વગેરેએ પ્રેરણાત્મક હાજરી આપેલ. સમગ્ર કાર્યક્રમમાં પ૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહસભર ભાગ લીધેલ.
Home Uncategorized વાળંદ સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના માર્ગદર્શન વર્ગનો થયેલો પ્રારંભ