તળાજા ના બોરડા નજીક આવેલા કોદયા ગામે રહેતા નાનાભાઈ અમારા ભાઈ ભાદરકા ના મકાન મા આગ લાગી હતી અને નજીક ના મકાન ને પણ આગ ની લપેટ મા લીધુ હતું આગનું કારણ જાણવા નો તુ મળ્યું પણ આગ એટલી ભયંકર હતી કે નજીક ના મકાનમાં પશુ માટે રાખેલ ઘાસ નો જથ્થા ચારોલુ કડબ બળીને ખાખ થઈ ગયુ હતું અને મકાનમાં રાખેલ સામાન પણ બળી ગયો હતો અંદાજે બે ત્રણ લાખ નુ નુકશાન થયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું તળાજા ફાયરબ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી પણ બે કલાક સુધી આવેલ નહી તેમ સ્થાનિક લોકો જણાવ્યું હતું અને નજીક મા કુવા માથી ઈલેક્ટ્રોનિક મોટર ચાલુ કરી ગામ લોકો એ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી સદનસીબે કોઇ પશુ કે માણસો અંદર નો તા નહિતર વર્ણન ના કરી શકાઈ તેવી ઘટના બનવા પામી હોત આખુ મકાન અને ઘાસચારો અને મકાનમાં રાખેલ સામાન બળી ને ખાખ થઇ ગયુ હતું.