આજરોજ લોકલ ક્રાઇમ બ્રાંન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનના મારા મારીના ગુન્હામાં સાત વર્ષથી નાસ્તો ફરતો આરોપી રઘુભાઇ ચોથાભાઇ ચોહલા રહે. હાદાનગર વાળો ભાવનગર રેલ્વે હોસ્પીટલ લાલ ટાંકી પાસે ઉભો છે. જે હકિકત અઆઘારે બાતમી વાળા સ્થળ ઉપર આવી તપાસ કરતા મજકુર રઘુભાઇ ચોથાભાઇ ચોહલા (ઉ.વ. ૩૦) હાજર મળી આવતા તેની પુછપરછ કરતા કબુલાત આપતા મજકુરને કોડીનાર પોલીસ સ્ટેશન ના ઘોરણસર અટકાયત કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ભાવનગરમાં આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.