શહેરમાં સ્વચ્છતા ઝુંબેશના ફનસ્ટ્રીટ કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું

820
bvn2212018-8.jpg

ભાવેણાવાસીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે શહેરમાં સ્વચ્છતા ફેલાય અને લોકો જ્યા-ત્યાં કચરો ન ફેંકી અને શહેરને સ્વચ્છ બનાવી રાજ્યમાં સ્વચ્છ શહેરોના રેન્કીંગમાં ભાવનગરનો આંક આગળ આવે તેવા આશય સાથે ભાવનગર મહાપાલિકા દ્વારા આજે વહેલી સવારે શહેરમાં ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના આતાભાઈ ચોકથી રૂપાણીસર્કલ સુધી વહેલી સવારે ૬ કલાકે લોકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર વિવિધ રમતો અને નાટકોમાં ભાગ લીધો હતો. શહેરને સ્વચ્છ બનાવવાના અને લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તેવા આશય સાથે યોજવામાં આવેલ ફનસ્ટ્રીટ કાર્યક્રમમાં હેલ્ધી ફુડના સ્ટોલ તેમજ યોગ, સ્વચ્છતા થીમ આધારીત નાટકો, જાદુના ખેલ, શહેરના જુદા-જુદા જીમખાનાના રમતવિરો દ્વારા શરીર શોષ્ઠવના કરતબો તેમજ ક્રિકેટ, નૃત્ય, સ્કેટીંગ, શેરી રમતો, ટેબલટેનિસ સહિત લોકોને મનગમતી રમતો રમ્યા હતા. આ ઉપરાંત કેટલીક સંસ્થાઓ અને લોકો પોતપોતાની રીતે અલગ-અલગ રમતો રમવા ઉપરાંત ગ્રુપ બનાવીને રાસગરબા, નૃત્યો, ગાયન, ચિત્રકામ, સંગીત સહિતની પ્રવૃત્તિઓ પણ કરી હતી. સવારે ૬-૩૦ થી ૧૦-૩૦ દરમ્યાન ૪ કલાક સુધી ભાવેણાવાસીઓએ પોતપોતાની રીતે વિવિધ રમતો સાથે ફનસ્ટ્રીટનો આનંદ માણ્યો હતો અને સાથોસાથ સ્વચ્છતા અંગેના શપથ પણ લીધા હતા. આ કાર્યક્રમમાં મેયર નિમુબેન બાંભણીયા, ડે.મેયર મનભા મોરી, યુવરાજસિંહ, કમિશ્નર કોઠારી, પૂર્વ મેયર મેહુલ વડોદરીયા, રીનાબેન શાહ તથા ક્રિકેટર શેલ્ડ્રન જેક્સન સહિત આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ મહાપાલિકાના અધિકારીઓ અને શહેરીજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. 

Previous articleભાવનગરના થિયેટર માલિકો પદ્માવત રિલીઝ નહીં કરે
Next articleગુસ્તાખી માફ