વિજયનગરના તલાટી કમ મંત્રી આદેશ ન માનતાં પકડ વોરંટ જારી

477

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીએ મામલતદારો ના આદેશનું ઉલ્લંઘન કરતાં ખેતી વિષયક એચ-૧ પત્રકો તૈયાર ન કરતા મામલતદાર દ્વારા તલાટી સામે પકડ વોરંટ ઇસ્યુ કરાયુ છે. વિજયનગર પોલીસને તાકીદ કરાઇ છે કે તલાટી ગમે તે સ્થળે હોય ત્યાંથી પકડી લાવીને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ એટલે કે મામલતદાર સમક્ષ હાજર કરવાનો રહેશે.

આ અંગેની વિગત એવી છે કે વિજયનગરમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી સી.બી.ડામોરને વિજયનગર મામલતદાર અને એકઝીકયુટી મેજીસ્ટ્રેટ દ્વારા ખેતી વિષયક એચ-૧ પત્રકો નિયત સમયમર્યાદામાં તૈયાર કરીને રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવતી હતી. વિજયનગર મામલતદાર દ્વારા વારંવાર લેખિત અને મૌખિક સુચનાઓ આપવા છતાં વિજયનગરના તલાટી દ્વારા આદેશોનું પાલન કરવામાં આવ્યુ ન હતું અને એચ-૧ પત્રકો તૈયાર કરીને રજૂ કર્યા ન હતા.

જેથી વિજયનગર મામલતદાર દ્વારા મુંબઇ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૨૫ ની જોગવાઇ અંતર્ગત મંગળવારે તલાટી કમ મંત્રી સી.બી.ડામોર વિરૂધ્ધ ધરપકડ વોરંટ જારી કરીને પોલીસને ગમે ત્યાંથી આ તલાટીને પકડી હાજર કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તલાટીને પકડી દીવાની જેલમાં રાખવાનું પણ જણાવાયુ છે.

Previous articleપંચદેવ મંદિર, સે. રર ખાતે  યોજાયેલ રક્તદાન શિબિરમાં ૫૮ દાતા જોડાયા
Next articleઅમિત શાહે પાંચ લાખથી વધુ મતની લીડ મેળવી અડવાણીનો રેકોર્ડ તોડ્‌યો