JEE અને નીટ મુજબ ધો. ૧૧ અને ૧૨ની શિક્ષણ પદ્ધતિ રાખવા માંગ

568

ધોરણ-૧૨ સાયન્સની શિક્ષણ અને પરીક્ષા પદ્ધતિને નીટ અને જેઇઇ પદ્ધતિ મુજબની શિક્ષણ અને પરીક્ષા પ્રથા રાખવા. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તમામ વિષયની પૂરક પરીક્ષા લેવી તેમજ કેમેસ્ટ્રીમાં નાપાસ ૩૩૩૦૨ વિદ્યાર્થીઓને ખાસ કિસ્સામાં ૨૦ ગુણનું ગ્રેસીંગ આપવાની માંગ સાથે ગુજરાત રાજ્ય પેરેન્ટસ એન્ડ સ્ટુડન્ટ એસ.એ શિક્ષણમંત્રીને રજુઆત કરી છે.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષામાં કેમેસ્ટ્રી વિષયમાં ૩૩૩૦૨ વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી વિષયમાં નાપાસ થયા છે. છેલ્લા અગિયાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વધારે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આથી આ વર્ષે ખાસ કિસ્સામાં નાપાસ વિદ્યાર્થીઓને ૨૦ ગુણનું ગ્રેસીંગ આપવામાં આવે તો કિંમતી એક વર્ષ બગડે નહી. બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની જુલાઇ માસમાં લેવાતી પુરક પરીક્ષા તમામ વિષયોની લેવામાં આવે તો વિદ્યાર્થીઓનું કિંમતી એક વર્ષ બગડે નહી. એન્જીનીયરીંગ કોલેજને હજારો સીટો ખાલી રહે છે. જ્યારે ચાલુ વર્ષે કેમેસ્ટ્રી વિષયમાં વધારે વિદ્યાર્થીઓ નાપાસ થતા બી ગૃપના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનાવાનું સ્વપ્ન ચકનાચુર થઇ ગયું છે. આથી આ વર્ષે બી ગૃપના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહી તે માટે પુરક પરીક્ષામાં વધારાના વિષય તરીકે ગણિત વિષયની પરીક્ષા આપવા દેવાની માંગણી ગુજરાત રાજ્ય પેરેન્ટસ એન્ડ સ્ટુડન્ટ એસોસિએશનના પ્રમુખે કરી છે.

શિક્ષણ બોર્ડે છેલ્લા છ વર્ષથી શિક્ષણ પદ્ધતિમાં સાત પ્રકારનો ફેરફાર કરીને વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કર્યાનો આક્ષેપ વાલી મંડળે કર્યો છે. ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સનું શિક્ષણ સુધારવું હોય તો શિક્ષણ બોર્ડે શિક્ષણ અને પરીક્ષા પ્રથા જેઇઇ અને નીટ જેવી અપનાવવાની માંગણી સાથે ગુજરાત રાજ્ય પેરેન્ટસ એન્ડ સ્ટુડન્ટ એસોસિએશનના પ્રમુખ ડો.કનુભાઇ પટેલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજુઆત કરી છે.  રાજ્ય પેરેન્ટસ એન્ડ સ્ટુડન્ટ એસોસિએશને શિક્ષણમંત્રીને રજુઆત કરી.

Previous articleઅમિત શાહે પાંચ લાખથી વધુ મતની લીડ મેળવી અડવાણીનો રેકોર્ડ તોડ્‌યો
Next articleઅમિત શાહ અને સી.જે.ચાવડા સિવાય તમામની ડિપોઝિટ ડૂલ, ત્રીજા નંબરે નોટાને મત