સુરત ટયુશન કલાસિસમાં ભીષણ આગ : ર૦ વિદ્યાર્થીના મોત

569

સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ૧૫થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ આગમાં ૧૮થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે. જે પૈકી ૧૫થી વધુ વિદ્યાર્થીઓ આગમાં બળીને ખાખ થયા હતા. જ્યારે પોતાનો જીવ બચાવવા માટે રીત સરના ચોથા માળેથી નીચે કૂદકા માર્યા હતા. એમાંથી ૪ વિદ્યાર્થીઓના મોત થયા છે. પોતાના વ્હાલસોયા બાળકોના મોતના પગલે વાલીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કૂય ઓપરેશન હાથધરાયું હતું. ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સલથાણા વિસ્તારમાં તક્ષશીલા એપાર્ટમેન્ટના ચોથા માળે એસીમાં ટેકનિકલ ખામી સર્જાતા આગ લાગી હતી. શુક્રવારના બપોરના સમયે આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થીઓનો ક્લાસ ચાલી રહ્યો હતો. ટ્યૂશન ક્લાસિસ મંજૂરી વગર આ ટ્યૂશન ક્લાસિસ ચાલી રહ્યું હતું. બાળકોનો ક્લાસ ચાલી રહ્યો હતો ત્યારે એસીમાં ખામી સર્જાતા આગ લાગી હતી. જોકે, શિક્ષકોની બેરકારીના કારણે બાળકોને બાહાર કાઢી શક્યા ન્હોતા. આગે ધીમે ધીમે આખા ટ્યૂશન ક્લાસિસને આગે પોતાના ઝપેટમાં લઇ લીધું છે.

ધૂમાડાના ઘોટે ઘોટા બહાર નીકળી રહ્યા છે. ધૂમાડાના કારણે ૧૦થી ૧૫ લોકો ક્લાસિસમાં બેભાન હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. જ્યારે ૧૦થી ૧૨ વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદકા માર્યા હતા. આ ઘટનામાં ત્રણ બાળકોના મોત થયા હોવાનું પણ સ્થાનિક લોકો જણઆવી રહ્યા છે.

૧૫થી વધુ ફાયરની ગાડીઓ અને ૧૦૦થી વધુ પોલીસ કર્મીઓ સ્થળ ઉપરફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરની ૧૫થી વધુ ગાડીઓ સ્થળ ઉપર દોડી આવી હતી. અને આગને કાબુમાં લેવા માટેની કામગીરી હાથધરી હતી. ઘટનાની જાણ થતાં જ જોઇન્ટ કમિશ્નર કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોની ભીડને કાબુમાં લેવા માટે પણ ૧૦૦થી પોલીસ કર્મચારીઓ સ્થળ ઉપર હાજર છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્યૂશન ક્લાસિસમાં લાગેલી આગ ઉપર ફાયર બ્રિગેડના જવાનોએ કાબુમાં મેળવ્યો હતો. ત્યારબાદ ક્લાસિસમાં ફસાયેલા બાળકો પૈકી મૃત બાળકોની મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથધરાઇ છે. એક પછી એક એમ ૧૮ વિદ્યાર્થીઓના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને જોતા આગમાં બળીને ખાખ થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ ઉપરથી કૂદકો લગાલતાં નીચે પડ્યા હતા. જોકે, નીચે પટકાયા હોવાથી ચાર બાળકો મૃત્યું પામ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ૧૦થી ૧૨ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી નીચે છલાંગ લગાવી હતી.

પોલીસ કમિશ્નર સતિષ શર્માના જણાવ્યું હતું કે, ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ૧૦૦થી વધુ પોલીસ ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને સ્થાનિક લોકોએ કાબુમાં લેવા માટે કામે લાગ્યા છે. આ ઘટનામાં જે પણ કશુરવાર હશે તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથધરવામાં આવશે.

સ્થાનિક સાંસદ સી આર પાટીલના જણાવ્યા પ્રમાણે આવા પ્રકારના ટ્યૂશન ક્લાસિસને શીલ મારવામાં જોઇએ. મહાનગર પાલિકા હજી પણ આવા પ્રકારના ટ્યૂશન ક્લાસિસનો સર્વે કરવાની આવા ટ્યૂશન ક્લાસિસને શીલ મારવામાં આવશે. ચોક્કસ અધિકારીની જવાબદારી નક્કી કરીને આગળ કામ કરવું પડશે.

કોંગ્રેસના નેતા પ્રફુલ તોગડિયાએ જણાવ્યું હતું કે, અમે મહાનગર પાલિકામાં અમે આવા પ્રશ્નો ઉઠાવ્યા છે. કે પરંતુ જાડી ચાબડીના અધિકારીઓ પણ દેખાડવા પુરતી કામગીરી કરે છે. આને આવી ઘટનાઓ સર્જાઇ રહી છે.

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, આ ગંભીર પ્રકારની ઘટના છે. અત્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકોને સારી રીતે સારવાર મળી રહે તેની કામગીરી ચાલી રહી છે. મને લાગે છે કે આવી ઘટનામાં વહિવટી તંત્ર નિષ્ફળ ગયું છે. તંત્ર દ્વારા હંગામી ધોરણે કામ કરે છે પરંતુ પરિણામ સુધી લઇ જવાતું નથી. આવી ઘટના બાબતે વહિવટી તંત્ર નિષ્ફળ ગયું છે.

ત્રણ ફ્લોરથી ઉપર સુધી આગ ફેલાયેલી હતી. પરંતુ ક્લાસિસમાં અંદર જવાનો કોઇ રસ્તો ન્હોતો મળતો છતાં પણ આગને ચીરને ફાયર ફાઇટિંગ કરવા લાગ્યા હતા. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન હાથધરાયું છે.

ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. જેની જાણ થતાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકોના મોતનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે સાથે તપાસના આદેશ આપ્યા હતા.

ત્રણ ફ્લોરથી ઉપર સુધી આગ ફેલાયેલી હતી. પરંતુ ક્લાસિસમાં અંદર જવાનો કોઇ રસ્તો ન્હોતો મળતો છતાં પણ આગને ચીરને ફાયર ફાઇટિંગ કરવા લાગ્યા હતા. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન હાથધરાયુેં.

Previous articleઓક્ટોબરમાં ગુજરાતમાં ચાર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે
Next articleએમપી : કમલનાથ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા