સિહોરનાં ટ્યુશન સંચાલકોને સેફ્ટી અંગે નોટીસ ફટકારતા પી.આઇ. સોલંકી

868

શિહોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સોલંકી દ્વારા સુરત ઘટનાને લઈ અને આગામી પરિસ્થિતિને ધ્યાને લઇ આવા સંજોગો ને પહોંચી વળવા આજરોજ શિહોર સહિત તાલુકામાં ચાલતા શિક્ષણ ના ટ્યુશન ક્લાસ સંચાલકો ને નોટિસ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે આ નોટિસમાં સિહોરના વિવિધ ટ્યુશનક્લાસો માં પૂરતી સલામતીની વ્યવસ્થા ન હોવાના કારણે સંચાલકો પર ઇન્ડિયન પીનલ કોડ ૩૦૪ મુજબ ગુનો દાખલ કરવાનું પણ નક્કી કરાયું છે સિહોરના તથા તાલુકાના ટ્યુશન સંચાલકો ને આ બાબતે નોટિસ ફટકારી છે નોટિસ મળતા જ સંચાલકો માં ફફડાટ ફેલાયો છે.

કોઈપણ ચમરબંધી ને છોડવામાં નહિ આવે સુરક્ષા – સલામતી  બાબતે કોઈ બાંધછોડ અને કોઈ કચાશ નહીં રખાય તેમ જણાવેલ તેમ લોકસંસારને વાતચીતમાં જણાવ્યું હતું.

Previous articleરાજુલા ન.પા. દ્વારા ટ્યુશન ક્લાસીસ, હોટલ, સિનેમા સહિત ચેકીંગ કરાયું
Next articleસિહોરમાં પણ ગેરકાયદેસર ફૂટી નીકળેલા ટ્યુશનના હાટડાઓ