ગાંધીનગર ઼ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરનારા વિશ્વ ઉમીયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ઉમીયા માતાના દિવ્ય રથ ડભોડા આવતા ડભોડાના પટેલ ઉમીયા પરિવારોએ રથનું સ્વાગત કર્યું હતું. સવારે રથની સ્વાગત આરતી ઉછામણી મુખી પરિવારના લલિતભાઇ જશુભાઈ પટેલે કરી હતી. બાદ શોભાયાત્રા કઢાઇ હતી. દરેક સમાજના લોકોએ રથનું સ્વાગત કર્યુ હતુ અને ફૂલ, માલા, શ્રીફળ, કંકુ તિલક કરીને વધામણા કર્યા હતા. ઉમીયા માતાના દર્શન સાથે ગ્રામજનોએ યથાશક્તિ દાન અર્પણ કર્યુ હતું. એક હજાર કરોડના ખર્ચથી નિર્માણાધિન ડભોડામાં રથના આગમન પ્રસંગે કડવા પાટીદાર સમાજના લોકો જોડાયા હતા.