પાલનપુરની ગૌશાળામાંથી ૩.૭૨ લાખની કિંમતનો ૬૨ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

688

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે આવેલી એક ગૌશાળામાંથી પાલનપુર પૂર્વ પોલીસ અને એસઓજીની ટીમે સંયુક્ત શનિવારે ઓપરેશન હાથ ધરીને રૂપિયા ૩.૭૨ લાખની કિંમતનો ૬૨ કિલો ગાંજો અને ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. પાલનપુર શહેરમાં કેટલાક પાર્લર પર છાના સપના ગાંજાનું વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

ત્યારે શનિવારે પાલનપુરની ગૌશાળામાંથી ગાંજાનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાલનપુર આરટીઓ કચેરી નજીક આવેલી એક ગૌશાળામાં ગાંજાના છોડનુ ઉત્પાદન કરવામાં આવતું હોવાની માહિતી આધારે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળની સૂચનાથી ડીવાએસપી એ. આર. જનકાંત, એસઓજી પીઆઇ એસ. એ. ડાભી, પાલનપુર શહેર પૂર્વ પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન રૂપિયા ૩.૭૨ લાખના ૯૦૮ ગાંજાના છોડ સહિત અંદાજીત ૬૨ કિલો ગાંજો ઝડપાતા પોલીસે ગાંજો જપ્ત કરી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.સોશિયલ મિડીયામાં એક વિડિયો વાયરલ થયો હતો. જેમાં ગૌશાળાની વાડ બહાર જ્યાં ગંદા પાણીનું નાળુ આવેલું છે. ત્યાં આ ગાંજાના છોડ ઉગ્યા હતા. જેને પોલીસ દ્વારા ગૌશાળામાં લાવીને મિડિયાને બોલાવીને ગૌશાળાને બદનામ કરવાનું કાવત્રુ ઘડવામાં આવ્યું છે. આ અંગે તટસ્થ તપાસની માંગ સાથે ગંદાનાળા પાસે ઉગેલા અન્ય ગાંજાના છોડ પણ આ વ્યકિતએ વાયરલ કરેલા વિડિયોમાં બતાવ્યા છે.

Previous articleઅરવલ્લી જિલ્લામાં ફાયરસેફ્ટી મામલે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી
Next articleગાંધીનગરમાં ફાયર સેફ્ટીવિનાના ૮૩ ક્લાસિસ સહિત ૧૬૯ એકમને નોટિસ