ગાંધીનગરમાં ફાયર સેફ્ટીવિનાના ૮૩ ક્લાસિસ સહિત ૧૬૯ એકમને નોટિસ

787

આગની ઘટનામાં વિદ્યાર્થીઓના મોત બાદ સફાળા જાગેલા તંત્રએ ઠેર-ઠેર ફાયર સેફ્ટીની ચકાસણી અને સમીક્ષા હાથધરી હતી. ગાંધીનગરમાં વર્ષોથી બેરોકટોક રીતે ધમમધતા ક્લાસિસો, પર હવે તંત્રનું ધ્યાન ગયું છે. જેને શનિવાર સવારથી જ ફાયર વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવાયો હતો.

જિલ્લાના ચારેય તાલુકામાં ૮૩ ક્લાસીસ, ૨૯ હોટલ-રેસ્ટોરન્ટ-ગેસ્ટહાઉસ, ૨ મોલ, ૪૪ હોસ્પિટલ, ૮ હોસ્ટેલ, એક થિયેટર, ૨ લાયબ્રેરી મળી કુલ ૧૬૯ એકમોનો નોટિસ ફટકારીને ફાયર સેફ્ટીનું એનઓસી ન લેવા સુચના આપી દેવાઈ છે. જેમાં ક્લાસિસ સંચાલકોને એનઓસી ન લે ત્યાં સુધી બંધ રાખવા તો હોસ્પિટલોને દિવસ સાતમાં ફાયર એનઓસી લેવા સૂચના અપાઈ છે.

ગતવર્ષે માર્ચમાં પણ હેતુફેરને પગલે એટલે સ્ટોરેજની પરમિશનવાળી ૧૫૦૦૦ ચોરસમીટરની જગ્યામાં ઓસિયા મોલ ચાલતો હોવાથી તેને સીલ મારી દેવાયો હતો. મોલમાં ચેકિંગ દરમિયાન ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. કોર્પોરેશન દ્વારા નોટિસ ચોટાળીને મિલ્કતનું ભોગવટા પ્રમાણપત્ર તેમજ ફાયર એનઓસી રજૂ કરવા આદેશ કર્યો છે. સેક્ટર-૨૬માં ડી માર્ટમાં ફાયર એનઓસી અને ફાયરના સાધાનો તો હતા પરંતુ બધા સાધનો માલ-સામાન પાછળ દબાઈ ગયા હતા. બીજી તરફ લોકોને જવા માટેના રસ્તામાં ટુ-વ્હીલર પાર્કીંગ કરાવાયું હતું. જેને પગલે તંત્ર દ્વારા ડી-માર્ટને આ મુદ્દે ચેતવણી અપાઈ હતી. મહિને લાખો રૂપિયા કમાતા મોટાભાગના સંચાલકોએ અત્યાર સુધી ફાયર સેફ્ટી પર ધ્યાન આપ્યું ન હતું અને અચાનક તંત્ર કડક થતા ફાયર સેફ્ટીના સાધનો લેવા માટે દોડધામ કરી હતી.

Previous articleપાલનપુરની ગૌશાળામાંથી ૩.૭૨ લાખની કિંમતનો ૬૨ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો
Next articleશહેર-જિલ્લામાં કેટલા ટ્યૂશન ક્લાસ, રીડિંગ લાઈબ્રેરી છે તેની તંત્રને ખબર જ નથી, તો પગલાં કઈ રીતે લેશે?