દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલી હાર બાદ પાર્ટીના સંયોજક પદેથી કેજરીવાલને રાજીનામું આપવાની માગ વધારે ઉગ્ર બની. આપના નેતા અને ચાંદની ચોકથી ધારાસભ્ય અલકા લાંબાએ ટિ્વટ કરીને જણાવ્યુ કે, દિલ્હીમાં મળેલી હાર બાદ કેજરીવાલને પાર્ટીના સંયોજક પદેથી હટાવી સંજયસિંહને પાર્ટીના સંયોજક બનાવવા જોઈએ.અલ્કા લાંબાએ ટ્વીટ કરીને કહ્યું કે, ૨૦૨૦માં તેઓ પાર્ટીનો સાથ છોડી દેશે. ૨૦૧૩માં પાર્ટી સાથે શરૂ થયેલી સફરનો ૨૦૨૦માં અંત આવશે. તેઓએ એવી પણ આશા વ્યક્ત કરી કે આપ દિલ્હીમાં એક મજબૂત વિકલ્પ બની રહેશે. તેમણે સવાલ કર્યો કે, અરવિંદ કેજરીવાલે સંયોજક પદેથી નૈતિકતાના આધારે રાજીનામું આપી લોકસભામાં મળેલી હારની જવાબદારી સ્વિકારે. મહત્વપૂર્ણ છે કે, ચૂંટણીમાં મળેલી હાર બાદ કેજરીવાલે પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ સભ્યોને જનતા વચ્ચે જઈને સભા કરવાની સૂચના પણ આપી હતી.
લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની સાતેય બેઠક પર આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી. જ્યારે ભાજપે સાતેય બેઠક પર જીત મેળવી છે.