દુધના કલેકશનનાં રૂા.૧.૧૭ લાખ બેંકમાં જમા કરાવવા જતા શખ્સને લૂંટી લેનાર ૭ ઝડપાયા

1263

બે દિવસ પુર્વે તા. ૨૩/૦૫/૨૦૧૯ ના બપોરના સવા ત્રણ સાડા ત્રણ વાગ્યાના સુમારે ફરિયાદી ધર્મેન્દ્રભાઇ સતનભાઇ સરવૈયા રહેવાસી દેવરાજનગર ભાવનગરવાળા પોતાના મોટર સાયકલ ઉપર દુધ એજન્સીના ઉઘરાણીના પૈસા લઇને બેંકમાં ભરવા જતા હતા અને શિવાજી સર્કલ સીતારામ હોસ્પીટલ પાસે રોંગ સાઇડમાં એક મોટર સાયકલ ઉપર બે ઇસમો આવી ફરિયાદીના મોટર સાયકલ સાથે તેઓનું મોટર સાયકલ ભટકાડી ફરિયાદી સાથે ઝઘડો કરી દરમ્યાન બીજા સ્પોર્ટ બાઇક ઉપર બે ઇસમો આવી ચારેય ભેગા મળી ફરિયાદી પાસે રહેલ રૂપિયા ભરેલ થેલો જેમા રોકડ રૂપિયા ૧,૧૩,૩૦૦/- હતા તેની લુંટ કરી મોટર સાયકલો ઉપર ભાગી ગયેલ જે બાબતે ફરિયાદીએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ હકિક  ત જાહેર કરેલ. ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા સમજી ભાવનગરના પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કરેલ.

દરમ્યાન ભાવનગર પોલીસને ત્રીજી આંખ સમાન નેત્ર તથા ટેકનીકલ સર્વેલન્સ ટીમ તથા એલ.સી.બી.સ્ટાફને બાતમી દારો દ્વારા હકિકત જાણવા મળેલ કે, ઉપરોક્ત લુંટમાં રીઢો ચોર મેહુલ ઉર્ફે કુબો ધરમશી બાંભણીયા/કોળી રહે. ભુંભલી વાળો સંડોવાયેલ હોય અને તે પોતાના હવાલાના મો.સા. ઉપર અધેવાડાથી ભાવનગર તરફ આવવાનો હોય તેવી ચોક્કસ માહિતી મળતા જુદી જુદી ટીમ બની વોચમાં હતા દરમ્યાન રીંગ રોડ ઉપરથી આ મેહુલ ઉર્ફે કુબો પકડાઇ ગયેલ બાદ જેની પ્રાથમીક પુછપરછમાં પોતે લુંટના ગુન્હાની કબુલાત આપી અને આ લુંટમાં પોતા ઉપરાંત અન્ય આરોપીઓ સુરતથી ભાવનગર આવવાના છે અને પોતે તેનેજ લેવા માટે જાય છે તેવી હકિકત જણાવતા મજકુરને પોલીસ હવાલે લઇ સાથે રાખી અમદાવાદ હાઇવે નિરમા પાટીયા વોચમાં હતા દરમ્યાન આરોપીઓ મધુ બાબા સોલંકી/આહિર ઉ.વ.૨૪ રહે. કોદીયા, ભાવીક ધર્મેશભાઇ દવે/બ્રાહ્મણ ઉ.વ.૨૬ રહે. શિવનારાયણ સોસાયટી લીલા સર્કલ,  દિનેશ લોમાભાઇ સોલંકી ઉ.વ.૨૦ રહે. મુળ ગામ કોદીયા, જીતુભાઇ ઉર્ફે જય ઓઘડભાઇ ભાદરકા/આહિર ઉ.વ.૨૫ રહે. કોદીયા, જીતુભાઇ હાજાભાઇ ખમલ/આહિર ઉ.વ.૨૩ રહે. ઘાણા તા. તળાજા, ભાવિક ઉર્ફે ભાવો દિનેશભાઇ ગોસ્વામે/બાવાજી ઉ.વ.૨૦ રહે. ભુંભલીવાળો પકડાઇ ગયેલ અને તેઓ પાસેથી લુંટમાં વાપરેલ વાહનો મોટર સાયકલો કબ્જે કરવામાં આવેલ છે   આરોપીઓ  પુછપરછમાં હકિકત જણાવેલ છે કે, ઉપરોક્ત તમામે અગાઉ ફરિયાદીની રેકી કરી તા. ૨૩/૦૫/૨૦૧૯ ના રોજ શીવાજી સર્કલ પાસે રોકડ રૂપિયા ભરેલ થેલાની લુંટ કરી ભાગી ગયેલ હતા આમ ભાવનગર એલ.સી.બી./ એસ.ઓ.જી. પોલીસે મળી બે દિવસ પુર્વે થયેલ રોકડ રૂપિયા ૧,૧૩,૩૦૦/- ના લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી સાત આરોપીઓને ઝડપી પાડેલ છે. આરોપીની પુછપરછ હાલ ચાલુ છે લુંટમાં ગયેલ રોકડ રૂપિયા આરોપીઓ પાસેથી કબ્જે લેવા તજવીજ શરૂ છે. તદઉપરાંત આરોપીઓ કબુલાત આપેલ છે કે બી ત્રણ દિવસ બાદ મજ્કુર આરોપીઓ જેસર પાસેના કોઇ દુધ મંડળીના કર્મચારી લુંટી લેવાનો પ્લાન બનાવેલ હતો આ પ્લાનને અંજામ આપે તે પહેલાજ આરોપીઓએને ઝડપી પાડવામાં આવેલ હતા.

Previous articleજિલ્લા સહકારી સંઘની સાધારણ સભા
Next articleચોપડા વિતરણ સાથે રક્તદાન કેમ્પ