દક્ષિણ આફ્રીકાના મુકાબલે હાશિમ અમલાએ રમઝાન દરમિયાન વર્લ્ડ કપ પડવાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે રોજા રાખવાથી સારી માનસિક અને અધ્યાત્મિક કસરત થઇ જાય છે. હાશિમ અમલાએ આઇસીસીની વેબસાઇટ પર કહ્યું ’’તેનાથી મને અનુકૂલનમાં મદદ મળે છે.’’ હું હંમેશાથી રોજા રાખતો આવ્યો છું. આ વર્ષનો સૌથી સારો મહિનો છે. મને લાગે છે કે તેનાથી સારી માનસિક અને આધ્યાત્મિક કસરત થઇ જાય છે.’’ અમલા ૨૦૧૨માં પણ રમઝાન દરમિયાન ઇગ્લેંડમાં હતા જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેમણે દક્ષિણ આફ્રીકા માટે સર્વાધિક ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
દક્ષિણ આફ્રીકાની અંતિમ ઇલેવનમાં ભલે જ તેમની જગ્યા પાકી ન હોય પરંતુ વર્લ્ડકપ પહેલાં અભ્યાસ મેચમાં સતત અર્ધશતક બનાવીને હાશિમ અમલાએ બહરત વિરૂદ્ધ પાંચ જૂનને શરૂઆતી મેચ માટે પોતાનો દાવો નક્કર કરી લીધો છે. દક્ષિણ આફ્રીકાના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેનમાં સામેલ અમલાએ શ્રીલંકા વિરૂદ્ધ અભ્યાસ મેચમાં ૬૫ અને વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ મેચમાં ૫૧ રન બનાવ્યા.
યુવા એડેન માર્કરામ સાથે ટીમમાં ક્વિંટોન ડિકાકની સાથે ઇનિંગની શરૂઆતને લઇને પ્રતિસ્પર્ધા રહેશે. અમલાએ આઇસીસીની વેબસાઇટ પર કહ્યું ’’રન બનાવવા હંમેશા મહત્વપૂર્ણ નથી. હું અંતિમ ઇલેવનમાં રહુ કે ન રહું. હું જે કરી શકું છું, તે કરતો રહીશ અને ત્યારબાદ જે થાય છે તે ટીમની ભલાઇ માટે થાય છે.