૧૯૯૬ વર્લ્ડ કપમાં શ્રીલંકાને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા ડાબા હાથના વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂયાની મોતની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ છે, ત્યારબાદ ક્રિકેટ વર્લ્ડ કપમાં હોબાળો થઈ ગયો છે.
સોશિયલ મીડિયા પર ન્યૂઝ વાયરલ થયા કે સનથ જયસૂયા ટોરેન્ટોમાં એક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો અને તેનું મોત થઈ ગયું. આ ન્યૂઝ ફેલાતાં ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર આર અશ્વિન પણ પરેશાન થઈ ગયો અને તેણે ટિ્વટ પર ફેન્સ પાસેથી આ અંગે જાણકારી માંગી.અશ્વિને ટિ્વટ કર્યું કે, શું સનથ જયસૂર્યા પર આવી રહેલા ન્યૂઝ સાચા છે. મને વોટ્સએપ પર આવા ન્યૂઝ મળ્યા પરંતુ ટિ્વટર પર આવું નથી દેખાતું. ત્યારબાદ ફેન્સે અશ્વિનને જાણકારી આપી કે આ ન્યૂઝ બિલકુલ ખોટા છે.આમ તો, સનથ જયસૂર્યાએ પણ આ ન્યૂઝને ખોટા ગણાવ્યા છે. જયસૂયાએ પોતાના ટિ્વટર હેન્ડલ પર તેની જાણકારી આપી. જયસૂર્યાએ ટિ્વટ કરી પોતે સકુશળ હોવાની વાત કહી. જયસૂર્યાએ કહ્યું કે, મારા વિશે ફેલાવામાં આવેલા ખોટા ન્યૂઝનું ખંડન કરું છું. હું બિલકુલ સ્વસ્થ છું. હું શ્રીલંકામાં છું અને હું કેનેડા નથી ગયો. પ્લીઝ ખોટા ન્યૂઝને શેર ન કરો.